માસ્ટર ઓફ સાયન્સ (એમ. એસસી.) એ બે વર્ષનો અનુસ્નાતક ડિગ્રી કોર્સ છે. વિજ્ઞાન સ્નાતક વિદ્યાર્થીઓ કે જેઓ ખાસ વિજ્ઞાન ક્ષેત્રમાં તેમનો અભ્યાસ આગળ વધારવા માંગે છે તેમના માટે સૌથી વધુ પસંદગીપાત્ર ડિગ્રી કોર્સ છે. આ અભ્યાસક્રમ જે તે વિષયની ઊંડાણપૂર્વક સમજ અને બહોળું જ્ઞાન પૂરું પાડે છે. એમ. એસસી. ડિગ્રી મેળવ્યા પછી , વિદ્યાર્થીઓ પીએચડી ડિગ્રી પણ મેળવી શકે છે અથવા વિજ્ઞાન શાખા માં ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે. ભારતની મોટાભાગની યુનિવર્સિટીઓ અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ વિષયોમાં એમ. એસસી. કરી શકાય છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે, પૂર્ણ-સમયના એમ. એસસી. કેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીનો કોર્સ ચલાવવામાં આવે છે. એમ.એસ.સી. માં પ્રવેશ પાત્ર થવા માટે ઉમેદવાર સંબંધિત વિષયમાં બી. એસસી. ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે.
વિદ્યાર્થીઓ માં મૂળભૂત તાર્કિક શિક્ષણ, વ્યૂહાત્મક આયોજન , માહિતી નું અર્થઘટન તથા વિશ્લેષણ, માર્મિક વિચારધારા ની સાથે સમસ્યા નું નિરાકરણ , વિગતવાર સમીક્ષા અને પ્રાયોગિક માહિતી નું અર્થપૂર્ણ આદાન પ્રદાન અનુભવી ફેકલ્ટીના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ પૂરું પાડવામાં આવે છે. જેના ભાગ રૂપે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સમસ્યાનો તાર્કિક અભિગમથી ઉકેલ મેળવવાની ભાવનાનો વિકાસ થાય છે.
અદ્યતન ઉપકરણો ધરાવતી અત્યાધુનિક પ્રયોગશાળા ના યથાયોગ્ય ઉપયોગ થી વિદ્યાર્થીઓ સૈદ્ધાંતિક ખ્યાલોને વ્યવહારિક રીતે ઊંડાણપૂર્વક સમજી શકે છે. વિદ્યાર્થીઓ તેમના સંશોધન શક્તિ ના વિકાસ માટે પ્રયોગો નું આયોજન તથા અમલીકરણ કરી શકે છે. વિદ્યાર્થીઓને મળેલી આ બૃહદ અનુભવ તેમની વૈચારિક અને વ્યવહારિક અન્વેષણ કરવાની ક્ષમતાને ખિલાવવા માં મદદ કરે છે.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતરી કરે છે કે વિદ્યાર્થીઓ તેમના કાર્ય ક્ષેત્ર નક્કી કરતા પહેલા યોગ્ય ઔદ્યોગિક સંપર્કમાં આવે તેના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાત અને ઇન્ટર્નશિપ નું આયોજન કરવામાં આવે છે. આ અનુભવ વિદ્યાર્થીઓ માટે પથદર્શક બની રહે છે. આ જ્ઞાન વિદ્યાર્થીઓ ને ઔદ્યોગિક કાર્યપ્રણાલી, અપેક્ષિત પ્રતિબદ્ધતા નું પાલન તથા જરૂરી કુશળતા ના સોપાન શીખવે છે જે કારકિર્દી બનાવવા માટે અતિ ઉપયોગી છે.
*વિશિષ્ટ અભ્યાસક્રમની મુલાકાત લઈ કારકિર્દીની વધુ તકો વિશે જાણો
એમ.એસસી. at
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ
Academic Year 2024 – 2025
“
શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં લેવાતાં સોફ્ટ સ્કીલ અને લાઈફ સ્કીલ સત્રોએ મારામાં સકારાત્મક વિચારો પેદા કર્યાં છે, જે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં જરૂર લાભકારક થશે.
“
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઇન્ટર્નશિપમાં મેં ભાગ લીધો હતો અને મને લાગે છે કે ખરેખર દરેક વિદ્યાર્થીએ ઇન્ટર્નશિપ કરવી જાેઈએ. તેના દ્વારા આૈદ્યોગિક અનુભવ પ્રાપ્ત થાય છે.
When you embrace a learner’s attitude, the whole world has something to share with you.
– Sadguru Whisper