દ્રષ્ટિ અને હેતુ

ગૃહપૃષ્ઠ > પરિચય > દ્રષ્ટિ અને હેતુ

દ્રષ્ટિ

ઉચ્ચ ગુણવત્તાસભર સર્વાંગી શિક્ષણ દ્વારા ગ્રામીણ યુવાવર્ગને પોતાનું પૂરું સામર્થ્ય પ્રગટાવવા સક્ષમ બનાવવા.

હેતુ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ શૈક્ષણિક વિકાસ, કુશળતા-નિર્માણ, મૂલ્ય આધારિત શિક્ષણ અને વાસ્તવિક અમલીકરણનું સુસંયોજન આપીને તેના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક શ્રેષ્ઠતાના આદર્શ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

માર્ગદર્શક સિદ્ધાંતો

આ પરિકલ્પના સાકાર કરવા તથા મિશનને સફળ બનાવવા કૉલેજ નીચે મુજબના સિદ્ધાંતોનું પાલન કરે છે. તેની દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં આ સિદ્ધાંતો રહેલા છે :

1

દરેક વિદ્યાર્થીમાં રહેલા સામર્થ્ય પ્રાગટ્યની સક્ષમતા પ્રત્યે સભાનતા લાવવી

દરેક બાળકને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા સમાન તક પ્રાપ્ત થવી જોઈએ. આ ફિલસૂફી પ્રમાણે અમારી બધી પ્રવૃત્તિઓ આવી તકોથી વંચિત રહી જનાર ગ્રામ્ય વિસ્તારના યુવાવર્ગના વિકાસને કેન્દ્રમાં રાખીને આયોજિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી સંભાવનાને ઉજાગર કરવા અપ્રગટ સામર્થ્યના પ્રાગટ્ય માટે તેમને સક્ષમ બનાવવા અમારા કર્તવ્યથી પણ આગળ વધી તેમને દરેક તબક્કે મદદરૂપ બનવા પર અમે નિર્ધારિત છીએ, પછી તે અભ્યાસક્રમ હોય કે સામાજિક ભાવનાત્મક જરૂરિયાત હોય.

2

શિક્ષણની વિકાસલક્ષી વ્યાખ્યા

અમારું માનવું છે કે ભવિષ્યની પેઢીને આવતીકાલના યુવાનોને માત્ર તીવ્ર બુદ્ધિથી જ નહીં પણ નરમ હૃદયથી પણ સજ્જ થવું જરૂરી છે. તેમના અભ્યાસક્રમમાંથી જેટલું શીખવું જરૂરી છે, તેટલું જ તેઓ પોતાને ઓળખે અને તેમના વિદ્યાર્થી જીવનને આકાર આપે તે પણ જરૂરી છે. અભ્યાસક્રમ મુજબના જ્ઞાન સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેમના બૌદ્ધિક, ભાવનાત્મક અને કૌશલ્ય વિકાસ અર્થે ૩૬૦° કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં સમાવેશ થાય છે સૅમિનાર, વર્કશોપ, બહારના તજજ્ઞો સાથે વિચારવિમર્શ, ઔદ્યોગિક એકમની મુલાકાત તથા ત્યાં ઇન્ટર્નશિપ, મૂલ્ય આધારિત જીવનકળાની તાલીમ વગેરે અભિનવ અંગોનો. આ દરમ્યાન, સ્પષ્ટ પણે શૈક્ષણિક વિકાસ માટે વિદ્યાર્થિની વૈચારિક શક્તિ અને ગ્રાહ્યતા પર વ્યક્તિગત દેખરેખ રાખવામાં આવે છે.

3

પાયામાં મૂલ્યોના મજબૂત મૂળિયાં

અમારું માનવું છે કે સાચી સફળતા માટે મૂલ્યોનો આધાર આવશ્યક છે. હોકાયંત્રની જેમ, મૂલ્યો જીવનને સકારાત્મક દિશામાં આગળ વધવામાં મદદરૂપ થાય છે અને કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી સંપત્તિ બની રહે છે. કોલેજમાં પ્રામાણિકતા, પવિત્રતા, પારદર્શિતા અને શિસ્તના ઉચ્ચ ધોરણનું પાલન કરવામાં આવે છે, જે દ્વારા વિદ્યાર્થીઓ આ મુલ્યોને આત્મસાત્ કરવાના પ્રયત્નો કરે છે. આજુબાજુના નકારાત્મક પ્રભાવોથી દૂર રહેવા અને વિદ્યાર્થીઓમાં મજબૂત નૈતિક સભાનતા લાવવા માટે કોલેજમાં નિયમિતપણે પ્રેરણાત્મક અને ચિંતનાત્મક સત્રો યોજવામાં આવે છે.

4

સતત શીખવાની અને વિકાસની સંસ્કૃતિ

નિરંતર કેળવણીના સ્તંભ ઉપર કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિષ્ઠા અને ધગશથી આ કૉલેજ નવા નવા ઉપાયો અને સાધનો માટે નિરંતર જાગૃત રહે છે જેથી વધુ સારું વાતાવરણ સર્જાય. આ ઉપરાંત, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને તેમની ક્ષિતિજને વિસ્તૃત કરવા, તેમના જ્ જ્ઞાન અને કૌશલ્યમાં વૃદ્ધિ કરવા અને નવીન ઉકેલો શોધવાની સતત તકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નિરંતર પ્રગતિની યાત્રાને આગળ વધારવા માટે તમામ સંકુલમાં માં વિકાસની માનસિકતા કેળવવાય એની કાળજી લેવામાં આવે છે.

5

સેવાનો અભિગમ સામાજિક જોડાણને પ્રોત્સાહન આપે છે

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સેવાયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર અંતર્ગત આ સંસ્થાનું નિર્માણ જ થયું છે સેવાના વિચારથી. આ સંસ્થાનું નેતૃત્વ તેમજ વ્યવસ્થાપન નિષ્કામ સેવાને નિષ્ઠાપૂર્વક વરેલા છે. તેથી જ અહીં કામ કરતાં કાર્યકર્તાઓને ‘સેવાર્પિત’ તરીકે સંબોધવામાં આવે છે કે જે કર્મચારીઓની ઉચ્ચ પ્રતિબદ્ધતાસભર નેતૃત્વ અને કર્મચારીઓના સેવા લક્ષી સમાન હેતુ સૂચિત કરે છે. વિદ્યાર્થીઓને સ્થાનિક સમાજ સેવાના કાર્યોમાં સક્રિયપણે સ્વયંસેવક બનવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

માર્ગદર્શક સિદ્ધાંતો

દરેક વિદ્યાર્થીમાં રહેલા સામર્થ્ય પ્રાગટ્યની સક્ષમતા પ્રત્યે સભાનતા લાવવી

દરેક બાળકને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા સમાન તક પ્રાપ્ત થવી જોઈએ. આ ફિલસૂફી પ્રમાણે અમારી બધી પ્રવૃત્તિઓ આવી તકોથી વંચિત રહી જનાર ગ્રામ્ય વિસ્તારના યુવાવર્ગના વિકાસને કેન્દ્રમાં રાખીને આયોજિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી સંભાવનાને ઉજાગર કરવા અપ્રગટ સામર્થ્યના પ્રાગટ્ય માટે તેમને સક્ષમ બનાવવા અમારા કર્તવ્યથી પણ આગળ વધી તેમને દરેક તબક્કે મદદરૂપ બનવા પર અમે નિર્ધારિત છીએ, પછી તે અભ્યાસક્રમ હોય કે સામાજિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત હોય.

શિક્ષણની વિકાસલક્ષી વ્યાખ્યા

અમારું માનવું છે કે ભવિષ્યની પેઢીને આવતીકાલના યુવાનોને માત્ર તીવ્ર બુદ્ધિથી જ નહીં પણ નરમ હૃદયથી પણ સજ્જ થવું જરૂરી છે. તેમના અભ્યાસક્રમમાંથી જેટલું શીખવું જરૂરી છે, તેટલું જ તેઓ પોતાને ઓળખે અને તેમના વિદ્યાર્થી જીવનને આકાર આપે તે પણ જરૂરી છે. અભ્યાસક્રમ મુજબના જ્ઞાન સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેમના બૌદ્ધિક, ભાવનાત્મક અને કૌશલ્ય વિકાસ અર્થે ૩૬૦° કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં સમાવેશ થાય છે સૅમિનાર, વર્કશોપ, બહારના તજજ્ઞો સાથે વિચારવિમર્શ, ઔદ્યોગિક એકમની મુલાકાત તથા ત્યાં ઇન્ટર્નશિપ, મૂલ્ય આધારિત જીવનકળાની તાલીમ વગેરે અભિનવ અંગોનો. આ દરમ્યાન, સ્પષ્ટ પણે શૈક્ષણિક વિકાસ માટે વિદ્યાર્થિની વૈચારિક શક્તિ અને ગ્રાહ્યતા પર વ્યક્તિગત દેખરેખ રાખવામાં આવે છે.

પાયામાં મૂલ્યોના મજબૂત મૂળિયાં

અમારું માનવું છે કે સાચી સફળતા માટે મૂલ્યોનો આધાર આવશ્યક છે. હોકાયંત્રની જેમ, મૂલ્યો જીવનને સકારાત્મક દિશામાં આગળ વધવામાં મદદરૂપ થાય છે અને કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી સંપત્તિ બની રહે છે. કોલેજમાં પ્રામાણિકતા, પવિત્રતા, પારદર્શિતા અને શિસ્તના ઉચ્ચ ધોરણનું પાલન કરવામાં આવે છે, જે દ્વારા વિદ્યાર્થીઓ આ મુલ્યોને આત્મસાત્ કરવાના પ્રયત્નો કરે છે. આજુબાજુના નકારાત્મક પ્રભાવોથી દૂર રહેવા અને વિદ્યાર્થીઓમાં મજબૂત નૈતિક સભાનતા લાવવા માટે કોલેજમાં નિયમિતપણે પ્રેરણાત્મક અને ચિંતનાત્મક સત્રો યોજવામાં આવે છે.

સતત શીખવાની અને વિકાસની સંસ્કૃતિ

The college is built on pillars of continuous learning. A deep sense of passion and a strong commitment to realize its vision has been the driving force to constantly improve and search for ways to provide an even better learning environment. Additionally, both staff and students are provided with or encouraged to continually seek opportunities to broaden their horizons, enhance their knowledge and skill and look for innovative solutions. Care is taken to cultivate a growth mindset among all stakeholders to fuel a journey of continuous improvement.