એલ્યુમની

શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ વિદ્યાર્થી જોડે ભણતર પૂર્વે પણ સંબંધ જાળવે છે. કોલેજ પાસે ઉત્સાહિત અને મજબૂત એલ્યુમનીનો નેટવર્ક છે જે નિરંતર શિક્ષણ અને જીવનભર સહાય ની પ્રક્રિયા ની સ્થાપના કરે છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું નેટવર્ક કોલેજ દ્વારા યોજાતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો અને પ્લેસમેન્ટ સહાય થકી સંગઠીત રહે છે. 

કોલેજ દ્વારા વાર્ષિક એલ્યુમની મીટનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થાય છે, તેમના જીવનના અનુભવોનું વર્ણન કરે છે તથા વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમો માં ભાગ લે છે. 

નોંધણી

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ભૂતપૂર્વ વિદ્યાર્થી સમુદાયનો ભાગ બનવા માટે, કૃપા કરીને નીચે આપેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી નોંધણી ફોર્મ (એઆરએફ) ભરો. પ્લેસમેન્ટ તકોમાં રુચિ ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ તેમના સી.વી. (CV) અપલોડ કરી શકે છે જેથી કોલેજ ખાલી પડતી જગ્યાઓ માટે વિવિધ એકમો નો સંપર્ક સાધી શકે. 

    Gallery