શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. અરજી કરો.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ એ એક વિશિષ્ટ પ્રકારનું શિક્ષાકેન્દ્ર છે, જે વર્તમાનમાં વિજ્ઞાનક્ષેત્રના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો પ્રદાન કરે છે. ગ્રામ્ય ગુજરાતના શાંત રમણીય વાતાવરણમાં ગ્રામીણ યુવાનોને આ કૉલેજ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ અને અનેક વિદ્યા શીખવાના અવસર પ્રદાન કરે છે.

અદ્યતન રમણીય કેમ્પસ, સુજ્ઞ ફેક્લટી અને વિવિધ અદ્યતન સુવિધાઓ દ્વારા સજ્જ, આ કૉલેજ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની ઇચ્છા ધરાવતા ગ્રામીણ યુવાનોનાં સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થાય છે, જ્યાં દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

About Us

પરિચય

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સમાજકલ્યાણ અભિયાન - ‘શ્રીમદ્ રાજચંદ્ર લવ ઐન્ડ કેર' અંતર્ગત આ કૉલેજનું સંચાલન કરવામાં આવે છે. અધ્યાત્મયુગસૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રેરિત તેમજ પ્રબુદ્ધ આર્ષદ્રષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ ગ્રામીણ યુવાનોની ક્ષમતાના સર્વાંગી વિકાસ અર્થે આ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે.

Courses

અભ્યાસક્રમો

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વિજ્ઞાનના વિવિધ વિષયોમાં સ્નાતક અને અને અનુસ્નાતક અભ્યાસક્રમો આપે છે.

હાલમાં આ કોલેજમાં કેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, બોટની અને મેથેમેટિક્સની શાખામાં બી.એસસી. અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં બી.વોક. એમ સ્નાતક અભ્યાસક્રમો સાથે, કેમિસ્ટ્રી અને માઈક્રોબાયોલોજીમાં એમ.એસસી. તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (પી.જી.ડી.એમ.એલ.ટી.) જેવા અનુસ્નાતક અભ્યાસક્રમોનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

અભિગમ

વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સહિત સાંસ્કૃતિક ઇતર પ્રવૃત્તિઓ, સંસ્કારગ્રાહી શિક્ષણ અને વિશ્વના વાસ્તવિક સ્વરૂપની સમજણ આપવામાં આવે છે. તેઓને સફળતા અર્થે આવશ્યક કૌશલ્ય અને આત્મવિશ્વાસથી સક્ષમ બનાવવામાં આવે છે. સ્થાનિક વિદ્યા અને કળા સાથે આધુનિક ટેક્નોલૉજીનો સુમેળ સાધવા તેમજ વર્ગની ચાર દીવાલમાં સીમિત ન રહેતાં પોતાની રુચિ ઓળખી, વિકાસ સાધવા તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

દ્રષ્ટિ

ઉચ્ચ ગુણવત્તાસભર સર્વાંગી શિક્ષણ દ્વારા ગ્રામીણ યુવાવર્ગને પોતાનું પૂરું સામર્થ્ય પ્રગટાવવા સક્ષમ બનાવવા.

હેતુ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ શૈક્ષણિક વિકાસ, કુશળતા-નિર્માણ, મૂલ્ય આધારિત શિક્ષણ અને વાસ્તવિક અમલીકરણનું સુસંયોજન આપીને તેના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક શ્રેષ્ઠતાના આદર્શ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

આવો અને અમારા અત્યાધુનિક કેમ્પસની મુલાકાત લો કે જેમાં ૭ થી વધુ પ્રયોગશાળાઓ, હવાઉજાસવાળા વર્ગખંડો, કમ્પ્યુટર રૂમ, પુસ્તકાલય, રમતગમત અને અન્ય અનેક સુવિધાઓ છે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની પસંદગી શા માટે?

સર્વાંગી શિક્ષણ

વ્યક્તિગત સહાય

કારકિર્દી સહાય

ગુણવત્તાની સુનિશ્ચિતતા

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અનેકવિધ શિક્ષણની તક પૂરી પાડે છે, જે માત્ર વિદ્યાર્થઓનાં શૈક્ષણિક વિકાસ પર ધ્યાન ન આપતાં, કૌશલ્ય અને સંસ્કારની કેળવણી દ્વારા તેઓ સફળ અને સુખી માનવ બની, વિશ્વમાં પોતાનું સકારાત્મક યોગદાન અર્પી શકે તે અર્થે પણ કાર્યરત છે. સંસ્કારની કેળવણી, જીવનઘડતર અને તે આધારિત વ્યાવસાયિક પ્રશિક્ષણને એકસમાન મહત્ત્વ આપવામાં આવે છે.

શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે નિયમિતપણે અતિથિ વ્યાખ્યાનો અને પરિસંવાદો યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિઓમાં તથા આંતર કોલેજીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રાના દરેક સોપાન પર સુનિશ્ચિત સહાયતા કૉલેજ દ્વારા મળે છે. દરેક વિદ્યાર્થીની વૈયક્તિક, શૈક્ષણિક અને ભાવનાત્મક આવશ્યકતાનું ધ્યાન રાખી વ્યક્તિગત સહાય પૂરી પાડવામાં આવે છે. આવશ્યકતા અનુસાર વિશેષરૂપે ડિઝાઇન કરેલા બ્રિજ કોર્સ અને ક્રિયામૂલક શિક્ષણસહાય જેવી પ્રવૃત્તિઓ દ્વારા મદદ કરવામાં આવે છે. યુવાનોની અંગ્રેજી ભાષાની વાક્પટુતા તેમજ તેમના આત્મવિશ્વાસની વૃદ્ધિ અર્થે સામાજિક-ભાવનાત્મક પરામર્શ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

વિકાસને પોષક વાતાવરણ બધા વિદ્યાર્થીઓના આત્મ વિકાસને સહાયક બને છે અને શિક્ષકો વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી અનન્ય વ્યક્તિગત સંભાવનાને ખીલવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓને રોજગારની સંપૂર્ણ તકો પૂરી પાડતી આ વિસ્તારની અગ્રણી કોલેજોમાંની એક કોલેજ છે, જે તેમને સ્થાયી તેમજ કામચલાઉ નોકરી પ્રાપ્ત કરવામાં સમગ્રપણે સહાયકારી નીવડે છે.

પ્લેસમેન્ટ સેલ, રોજગાર પૂર્વેની પ્રવૃત્તિઓ જેમ કે કારકિર્દી પરામર્શ, માર્ગદર્શન અને વ્યાવસાયિક સોફ્ટ સ્કિલ્સની તાલીમ તેમજ સીધું રોજગાર સાથે જોડાણ તથા રોજગાર મળ્યા પછીના સહયોગનું સંચાલન કરે છે. પ્લેસમેન્ટ સેલ, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રોજગારની તકો મળે તે માટે સંબંધિત ઉદ્યોગો અને નોકરીદાતાઓ સાથે સંપર્કમાં રહે છે. આમ, કૉલેજ સ્નાતક થયા પછી પણ વિદ્યાર્થીઓને સમર્થન આપી રોજગારની તક શોધવામાં અને તે સંબંધિત ઉદ્યોગો સાથે અર્થપૂર્ણ સંબંધો વિકસાવવામાં સહાયકારી નીવડે છે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં દરેક સહયોગીની ગુણવત્તાની સુનિશ્ચિતતા કરવામાં આવે છે. આના ફળરૂપે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ગુજરાતની એવી સૌપ્રથમ વિજ્ઞાનકૉલેજ છે, જેણે ઇન્ટરનેશનલ ઓર્ગનિઝેશન ફોર સ્ટાન્ડરડાયઝેશન (આઈ.એસ.ઓ) ના ૯૦૦૧ અને ૨૯૯૯૦નાં બન્ને પ્રમાણપત્રો મેળવ્યાં છે.

આઈ.એસ.ઓ ૯૦૦૧ પ્રમાણપત્ર સૂચવે છે કે સંસ્થા તેની કામગીરી અને તાલીમમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરે છે અને તેના સહયોગીઓને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા અર્થે કટિબદ્ધ છે. આઈ.એસ.ઓ ૨૯૯૯૦ પ્રમાણપત્ર અનૌપચારિક શિક્ષણ અને તાલીમસેવાઓમાં ગુણવત્તાસભર વ્યવસ્થાપન પદ્ધતિને પ્રમાણિત કરે છે.

Introduction to

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ

શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં દિનચર્યા