બી.એસસી.

ગૃહપૃષ્ઠ > બી.એસસી.

બી.એસસી. શું છે ?

બેચલર ઓફ સાયન્સ (બી. એસસી.) એ ત્રણ વર્ષનો સ્નાતક ડિગ્રી કોર્સ છે. તે ધોરણ 12 પૂરું કર્યા પછી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માં સૌથી વધુ માંગ ધરાવતા ડિગ્રી કોર્સ માં એક છે. તે ઉચ્ચ શિક્ષણ (એમ. એસસી. અથવા પી.એચ.ડી.) અથવા મૂળભૂત વિજ્ઞાનની શાખા માં કારકિર્દી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પાયો નો કોર્સ છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે પૂર્ણ-સમય માટે બી. એસસી. બોટની કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને માઇક્રોબાયોલોજી જેવા વિવિધ વિષયોમાં ડિગ્રી કોર્સ પ્રદાન કરવામાં આવે છે. બી. એસસી.માં પ્રવેશ માટે વિદ્યાર્થી ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જી.એચ.એસ.એસ.ઇ.બી.) અથવા અન્ય માન્યતા પ્રાપ્ત સમકક્ષ બોર્ડ (જેમ કે સીબીએસઈ, આઈસીએસઈ) દ્વારા ધોરણ 12 મા (એચ.એસ.સી.) ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. વિદ્યાર્થીએ ધોરણ 12 માં અન્ય વિજ્ઞાન વિષયો જેવા કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન / ગણિતનો પણ અભ્યાસ કરેલો હોવો જોઈએ.

બી.એસસી. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે

૧. વૈજ્ઞાનિક કુશળતા વિકાસ

સમૃદ્ધ વર્ગખંડમા નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ નો અભ્યાસ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક કુશળતા વધારે છે જેમ કે ડેટા વિશ્લેષણ, સમસ્યા હલ કરવાની રીત અને વિવેચનાત્મક વિચારસરણી, જે એકંદર વૈજ્ઞાનિક મન નો વિકાસ કરવામાં મદદ કરે છે. ભણતર નું વાતાવરણ દરેક વિદ્યાર્થી વિકાસ અને સર્વાંગી રીતે પ્રેરિત કરે છે.

૨. જાતે કરીને શીખવાની રીત

વ્યવહારિક પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિક ખ્યાલોની સમજ વિકસાવવા માટે અદ્યતન પ્રયોગશાળાઓમાં સૈદ્ધાંતિક સમજ વિવિધ પ્રયોગો દ્વારા સમજાવવામાં આવે છે. આવા અનુભવ ભવિષ્યમાં નવીનતા અંકુરિત થવાની સંભાવના સાથે વિચાર ના બીજ વાવે છે.

૩. પ્રાયોગિક શિક્ષણ

સૈદ્ધાંતિક માહિતી વાસ્તવિક દુનિયામાં કેવી રીતે લાગુ કરવામાં આવે છે તેનો અનુભવ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાતો અને ઇન્ટર્નશીપ્સનું આયોજન કરવામાં આવે છે જેથી તેઓ સિદ્ધાંતિક મુદ્દા નું અમલીકરણ વાસ્તવિક જીવનમાં સમાજના હિત માટે કેવી રીતે કરી શકાય તેનો પ્રાથમિક અનુભવ મેળવે છે .

કારકિર્દીની તકો

 • ખાદ્ય અને કૃષિ
 • જીવન વિજ્ઞાન અને પર્યાવરણ
 • સંશોધન
 • અધ્યાપન
 • હેલ્થ-કેર
 • ગુણવત્તા નિયંત્રણ અને ગુણવત્તા ખાતરી
 • માહિતી વ્યવસ્થાપન
 • ફાઇનાન્સ અને બેંકિંગ

*વિશિષ્ટ અભ્યાસક્રમની મુલાકાત લઈ કારકિર્દીની વધુ તકો વિશે જાણો

પ્રમાણપત્રો

આઇ.એસ.ઓ. ૯૦૦૧ પ્રમાણપત્ર

ISO 21001 Certification

જિલ્લા શિક્ષણાધિકારીનો અભિવાદન પત્ર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રશંસા પત્ર

વિદ્યાર્થીઆેના અનુભવ
 • આૈદ્યોગિક મુલાકાત દ્વારા ઉદ્યોગોની કાર્યપદ્ધતિ, કંપનીમાં કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતોની જાણ થઈ. અમે વિવિધ વિભાગના લોકો સાથે પણ વાતચીત કરી. કૉલેજ દ્વારા આયોજિત આ આૈદ્યોગિક મુલાકાત દ્વારા મને ઘણી નવી વાતો શીખવા અને સમજવા મળી.

  નિયતિ પટેલ
  (બી.એસસી. માઇક્રોબાયોલૉજી, ૨૦૨૦)
 • શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં વિતાવેલ ત્રણ વર્ષ મારા જીવન પરિવર્તન અણનારા બની રહ્યા છે.... મેં જોયું છે કે આ વર્ષોમાં મારામાં વાતચીત, સંચાલન, નિર્ણય શક્તિ અને નેતૃત્વ જેવા ગુણો ખીલ્યાં છે. મેં અને મારાં મિત્રોએ કોલેજજીવન સંપૂર્ણપણે માણ્યું છે..... હું શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠનો એક ભાગ છું તેનો મને ગર્વ છે.
  I have seen skills like communication, management, decision-making, and leadership bloom in me through these years.
  My friends and I have thoroughly enjoyed our college life… I am proud that I am a part of the SRV family.

  સૌરભ પટેલ
  (બી.એસસી. કેમિસ્ટ્રી, ૨૦૧૯)
 • શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં લેવાતાં સોફ્ટ સ્કીલ અને લાઈફ સ્કીલ સત્રોએ મારામાં સકારાત્મક વિચારો પેદા કર્યાં છે, જે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં જરૂર લાભકારક થશે.

  દર્શના ગામીત
  (બી.એસસી. માઇક્રોબાયોલોજી, ૨૦૧૯)
 • શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં અમને અભ્યાસક્રમ ઉપરાંત યોગા, રમતગમત અને સપ્તધારા જેવી બીજી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અમને યુનિવર્સિટી અને અન્ય કોલેજોમાં યોજાતા વિવિધ સેમિનારો, સંમેલનો અને સ્પર્ધાઓમાં વારંવાર ભાગ લેવા મળે છે. એક રાજ્યકક્ષાએ યોજાયેલ સેમિનારમાં અમારી ટીમને શ્રેષ્ઠ પોસ્ટર પ્રેઝંટેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આના સિવાય હું એન.એસ.એસ. પ્રવૃત્તિઓ અને એન.એસ.એસ. દ્વારા મળેલ જીવન ઘડતરના અનુભવો હંમેશા યાદ રાખીશ.

  સોનલ પટેલ
  (ટી.વાય.બી.એસસી. ગણિતશાસ્ત્ર)