શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. અરજી કરો.

બી. એસસી. માટેની પ્રવેશ પ્રક્રિયા

બી. એસસી. માટેની પ્રવેશ પ્રક્રિયા

 • બી.એસસી. ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જી.એચ.એસ.એસ.ઇ.બી.) અથવા અન્ય સમકક્ષ માન્યતા પ્રાપ્ત બોર્ડ જેમ કે સી.બી.એસ.ઈ. / આઈ.સી.એસ.ઈ. દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં 12 મું ધોરણ (એચ.એસ.સી.) પાસ કરેલ હોવું આવશ્યક છે.
 • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ જાહેર થયા પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બી. એસસી. ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા ની જાહેરાત અખબારો અને યુનિવર્સિટી વેબસાઇટ (www.vnsgu.ac.in) થકી કરવામાં આવે છે.www.vnsgu.ac.in).
 • વિદ્યાર્થીઓ તેમની પ્રવેશ અરજી ઓનલાઇન જમા કરવાની રહેશે અને મેરીટ સૂચિઓની રાહ જોવી પડશે, જે આવ્યા બાદ પ્રવેશ રાઉન્ડ શરૂ થશે.
 • પ્રવેશ પ્રક્રિયાના દરેક તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓ માટે એ જરૂરી છે કે તે યુનિવર્સિટી તરફથી આવતી કોઈ પણ જાણકારી થી માહિતગાર રહેવા સતત પોતાના ઈ મેઇલ અને મેસેજ વાંચવા જરૂરી રહેશે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ
પ્રોસ્પેક્ટસ


પ્રવેશ પૂછપરછ
નીતિ નિયમો

એમ. એસસી. માટેની પ્રવેશ પ્રક્રિયા

 • ઉમેદવારે એમ.એસસી. માં પ્રવેશ માટે વિજ્ઞાન શાખા ના સંબંધિત વિષય માં સ્નાતક હોવું આવશ્યક છે.
 • બી. એસસી. ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એમ.એસસી.ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા ની જાહેરાત અખબારો અને યુનિવર્સિટી વેબસાઇટ (www.vnsgu.ac.in) થકી કરવામાં આવે છે.www.vnsgu.ac.in).
 • વિદ્યાર્થીઓ તેમની પ્રવેશ અરજી ઓનલાઇન જમા કરવાની રહેશે અને મેરીટ સૂચિઓની રાહ જોવી પડશે, જે આવ્યા બાદ પ્રવેશ રાઉન્ડ શરૂ થશે.
 • પ્રવેશ પ્રક્રિયાના દરેક તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓ માટે એ જરૂરી છે કે તે યુનિવર્સિટી તરફથી આવતી કોઈ પણ જાણકારી થી માહિતગાર રહેવા સતત પોતાના ઈ મેઇલ અને મેસેજ વાંચવા જરૂરી રહેશે.

પી.જી.ડી.એમ.એલ.ટી. માટેની પ્રવેશ પ્રક્રિયા

 • વિદ્યાર્થીએ પી.જી.ડી.એમ.એલ.ટી.માં પ્રવેશ માટે માઇક્રોબાયોલોજી/બાયોસાયન્સ/રસાયણશાસ્ત્ર (પ્રથમ વર્ષમાં જીવવિજ્ઞાનનો વિષય હોવો ફરજીયાત)/બાયોકેમિસ્ટ્રી/પ્રાણીશાસ્ત્ર/વનસ્પતિશાસ્ત્ર/મેડીકલ ટેકનોલોજી/બાયોટેકનોલોજી/નર્સિંગ/ઓપ્ટોમેટ્રીમાં સ્નાતક હોવું અથવા બી.ફાર્મ./બી.ફિઝિયો./એમ.બી.બી.એસ./બી.ડી.એસ./આયુર્વેદમાં ડિગ્રી/હોમિયોપેથીમાં ડિગ્રી હોવી આવશ્યક છે.
 • સ્નાતક કક્ષાની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.જી.ડી.એમ.એલ.ટી.ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયાની જાહેરાત સમાચાર પત્રો અને યુનિવર્સિટી વેબસાઇટ (www.vnsgu.ac.in) થકી કરવામાં આવે છે.).
 • પ્રવેશ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે અને મેરીટ લિસ્ટ આવ્યા બાદ પ્રવેશ રાઉન્ડ શરૂ થશે.
 • પ્રવેશ પ્રક્રિયાના દરેક તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તરફથી આવતી દરેક જાણકારીથી માહિતગાર રહેવા સતત પોતાના ઈ મેઇલ અને મેસેજ વાંચવા જરૂરી રહેશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. અરજી કરો.

Prospectus Download (for B.Sc. and M.Sc. students)

શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય

શ્રીમદ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના (એસ.આર.વી.વી.વાય.) હેઠળ વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય ઉપલબ્ધ છે. આ યોજના યોગ્ય પણ જરૂરિયાતમંદ માટેની શિષ્યવૃત્તિ ના રૂપમાં જરૂરિયાતમંદ અને યોગ્ય વિદ્યાર્થીઓને થતા આકસ્મિક ખર્ચાઓને નિભાવવા હેતુથી પ્રદાન કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વ્યાજ રહિત શૈક્ષણિક લોન પણ આપવામાં આવે છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને ઇમેઇલ કરો: vidyavikas@loveandcare.srmd.org

આવાસ અને પરિવહન

કોલેજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે નજીક ના છાત્રાલય માં માર્યાદિત સંખ્યા અને ઉપલબ્ધતા ના અનુસંધાનમાં આવાસની સુવિધા પૂરી પાડવામાં સહાય કરે છે. વધુ વિગતો માટે કૃપા કરીને પ્રવેશ સમયે કોલેજ વહીવટી કાર્યાલયનો સંપર્ક કરો.

કોલેજ કેમ્પસમાં જ પાર્કિગની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે વિદ્યાર્થીઓને તેમના અંગત વાહનો લાવી શકે છે જેથી તેમને અવર જવરમાં સરળતા રહે. જે લોકો સાર્વજનિક પરિવહન નો ઉપયોગ કરવા માગે છે, તેઓ માટે ધરમપુર બસ ડેપો અને શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ કેમ્પસ વચ્ચે એસ.ટી. બસની સેવા સમયાંતરે સરળતાથી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા મુસાફરીની સરળતા માટે એસ.ટી. બસની આગમન-પ્રસ્થાનના સમયપત્રક વિષે માહિતી મેળવી લેવી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Which courses does the college offer?

B.Sc. (બેચલર ઓફ સાયન્સ) - કેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, બોટની, મેથેમેટિક્સ
M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ) - કેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી
પી.જી.ડી.એમ.એલ.ટી.

શું બી.એસસી. અથવા એમ.એસસી. કોલેજ પાર્ટ ટાઇમ ચાલે છે?

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં પૂરા પાડવામાં આવતા બધા અભ્યાસક્રમ પૂર્ણ-સમયના છે.

શું કોલેજ કોઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે?

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

બી.એસસી. / એમ.એસસી. માં પ્રવેશ ક્યારે શરૂ થાય છે?

પ્રવેશ ની તારીખ માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી વેબસાઇટ (www.vnsgu.ac.in) ની મુલાકાત લેવાની અથવા અખબારોની માહિતી લેવાની જરૂર છે. બી.એસસી. માં પ્રવેશ. 12 મા ધોરણ ના પરિણામો જાહેર થયા પછી શરૂ થાય છે અને એમ.એસસી. માટે ટી.વાય.બી.એસસી. નું પરિણામ VNSGU દ્વારા જાહેર થયા પછી પ્રવેશ શરૂ થાય છે.

બી.એસસી. ના અભ્યાસક્રમ માટેની પાત્રતા શું છે?

બી.એસસી. ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જી.એચ.એસ.એસ.ઇ.બી.) અથવા અન્ય સમકક્ષ માન્યતા પ્રાપ્ત બોર્ડ જેમ કે સી.બી.એસ.ઈ. / આઈ.સી.એસ.ઈ. દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં 12 મું ધોરણ (એચ.એસ.સી.) પાસ કરેલ હોવું આવશ્યક છે.

એમ.એસસી. ના અભ્યાસક્રમ માટેની પાત્રતા શું છે?

ઉમેદવારે એમ.એસસી. માં પ્રવેશ માટે વિજ્ઞાન શાખા ના સંબંધિત વિષય માં સ્નાતક હોવું આવશ્યક છે.

વાર્ષિક ધોરણે ઓછામાં ઓછી હાજરી કેટલી હોવી જરૂરી છે?

વી.એન.એસ.જી.યુ.ના ધારાધોરણ મુજબ, વિદ્યાર્થીએ ઓછામાં ઓછી વાર્ષિક હાજરી ૭૦% પ્રાપ્ત કરવી જરૂરી છે.

સફળતાપૂર્વક બી.એસસી. અથવા એમ.એસસી. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને કેવા પ્રકારની સહાય કોલેજ દ્વારા પુરી પાડવામાં આવે છે?

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા સંપૂર્ણ પ્લેસમેન્ટ ની સહાય જેવી કે કાઉન્સેલિંગ, સીવી લેખન માટેની તાલીમ, કમ્યુનિકેશન, મોક ઇન્ટરવ્યુ અને નિયમિત સહાય થકી રોજગાર માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રયત્નના આધારે ગ્રેજ્યુએશન / પોસ્ટ ગ્રેજ્યુએશન પછી નોકરી સુરક્ષિત કરવા સહાય પૂરી પાડવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ આ વિસ્તારની પ્લેસમેંટ સેલ ધરાવતી કેટલીક કોલેજોમાંની એક કોલેજ છે જે વિદ્યાર્થીઓને કાર્યક્ષેત્રની દુનિયામાં પર્યાપ્ત સંપર્કમાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત ઉદ્યોગ અને કોર્પોરેટ સંસ્થાઓ સાથે સક્રિયપણે નેટવર્કમાં જોડાયેલ છે . વધુ વિગતો માટે કૃપા કરીને કોલેજ પ્લેસમેન્ટ અધિકારીનો સંપર્ક કરવો.

બી.એસસી. / એમ.એસસી. કોર્સ માટેની વાર્ષિક ફી કેટલી છે?

દરેક કોર્સ માટેની વાર્ષિક ફી VNSGU ફી બંધારણ મુજબ છે.
બી.એસસી. ફી માળખું
એમ.એસસી. કેમિસ્ટ્રી ફી માળખું
એમ.એસસી. માઇક્રોબાયોલોજી ફી માળખું

એસસી / એસટી વિદ્યાર્થી ફ્રી શીપ કાર્ડ યોજના હેઠળ ૧૦૦% શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે. કોલેજ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના ફોર્મ ભરવા અને સબમિટ કરવામાં સહાય કરશે.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના અંતર્ગત યોગ્ય વિદ્યાર્થીઓને આર્થિક સહાય ના ભાગ રૂપે શિષ્યવૃત્તિ અને લોન આપવામાં આવે છે. વધુ વિગતો માટે કૃપા કરીને કોલેજ વહીવટી કચેરીનો સંપર્ક કરવો.

વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમિયાન કાર્યક્ષેત્ર નો અનુભવ કેવી રીતે મળે છે?

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં દ્વારા દર વર્ષે ઔદ્યોગિક મુલાકાત અને ઇન્ટર્નશીપની વ્યવસ્થા કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક પ્રશિક્ષણ અને સૈદ્ધાંતિક જ્ઞાન નું પ્રાયોગિક અમલીકરણ માં મદદરૂપ રહે છે.

કોલેજ દ્વારા ભણતર સિવાય ની કઈ કઈ ઇત્તર પ્રવૃત્તિ કરવામાં આવે છે?

કોલેજ દરેક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માને છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા ઉપરાંત, અમે વિદ્યાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ. કોલેજ દ્વારા આપવામાં આવતી આધુનિક અને સુસજ્જ માળખાકીય સુવિધા વિધ્યાર્થીઓ ને યોગ, સંગીત, નૃત્ય, ઇવેન્ટ્સ, ઇન્ડોર અને આઉટડોર રમત, કલા, વગેરે જેવી ઇત્તર પ્રવૃત્તિ માં કુશળ અને પ્રતિભાશાળી બનવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

કોલેજ ના વિદ્યાર્થીઓ કેવી રીતે સર્વાંગી શિક્ષણ પ્રદાન કરી રહી છે?

શ્રીમદ રાજચંદ્ર વિધ્યાપીઠ મજબૂત પાયકીય, સૈદ્ધાંતિક વૈજ્ઞાનિક સમજણ દ્વારા વિદ્યાર્થીઓને બૌદ્ધિક, ભાવનાત્મક અને કુશળતાના ભાવિ વિકાસ માટે સેમિનાર, વર્કશોપ , ઔદ્યોગિક મુલાકાત, ઇન્ટર્નશિપ, મૂલ્ય આધારિત શિક્ષણ અને લાઈફ સ્કીલ ટ્રેનીંગ પ્રોગ્રામ થકી બહોળું પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

શું કોલેજની પ્રવૃત્તિઓ વ્યાપારલક્ષી છે?

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ એ શ્રીમદ્ રાજચંદ્ર લવ અને કેર પ્રોગ્રામ નો ભાગ છે જે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ની સામાજિક પ્રવૃત્તિ નો અંશ છે. આ કોલેજની સ્થાપના કોઈપણ વ્યાપાર લક્ષી ઉદ્ધેશ્ય વિના કરવામાં આવી છે, જે દાતાઓ નું યોગદાન પ્રાપ્ત કરે છે.

અહીં કોઈ છાત્રાલયની સુવિધા છે?

કોલેજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે નજીક ના છાત્રાલય માં માર્યાદિત સંખ્યા અને ઉપલબ્ધતા ના અનુસંધાનમાં આવાસની સુવિધા પૂરી પાડવામાં સહાય કરે છે.

અહીં કોઈ પરિવહન સુવિધા છે?

કોલેજ કેમ્પસમાં જ પાર્કિગની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે વિદ્યાર્થીઓને તેમના અંગત વાહનો લાવી શકે છે જેથી તેમને અવર જવરમાં સરળતા રહે. જે લોકો સાર્વજનિક પરિવહન નો ઉપયોગ કરવા માગે છે, તેઓ માટે ધરમપુર બસ ડેપો અને શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ કેમ્પસ વચ્ચે એસ.ટી. બસની સેવા સમયાંતરે સરળતાથી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા મુસાફરીની સરળતા માટે એસ.ટી. બસની આગમન-પ્રસ્થાનના સમયપત્રક વિષે માહિતી મેળવી લેવી.

પ્રમાણપત્રો

આઇ.એસ.ઓ. ૯૦૦૧ પ્રમાણપત્ર

ISO 21001 Certification

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રશંસા પત્ર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રશંસા પત્ર