પ્લેસમેન્ટ

શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠમાં શિક્ષણ એટલે મૂલ્ય આધારિત અને તકનીકી શિક્ષણ નો ઉત્કૃષ્ટ સમન્વય.. આ સાથે સુનિશ્ચિત કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓમાં યોગ્ય કુશળતા, જ્ઞાન અને આદર્શ વલણ નું ઘડતર થાય, જેથી વિદ્યાર્થી જે સંસ્થા સાથે જોડાય તેમના માટે આદર્શ સભ્ય નીવડે અને તેમના જ્ઞાનને અપનાવી આ પરિવર્તિત યુગ સાથેના સંતુલન જાળવી એક મૂલ્ય સભર વ્યવસ્થા સ્થાપી શકે.

કૉલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને સારી તક પ્રાપ્ત થાય તે અર્થે ‘ પ્લેસમેન્ટ સેલ ’ ની રચના કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ સંભંધિત સંપૂર્ણ સહાય આપી શકે, જેમકે યોગ્ય માર્ગદર્શન, પ્લેસમેન્ટ સંબંધિત સંકલન અને પ્લેસમેન્ટ પૂર્વે સહાય.

પ્લેસમેન્ટ પહેલાં

વિદ્યાર્થી તથા વાલીઓ માટે કારકિર્દી વિષયક આયોજન માટે માર્ગદર્શન તથા સલાહ

ઔદ્યોગિક એકમોમાં કાર્યરત થવા જરૂરી સોફ્ટ સ્કીલ્સના કાર્યક્રમો

ફેકલ્ટી દ્વારા ચોક્કસ વિષય સંબંધિત પ્રશિક્ષણ

ઈન્ટરવ્યુ માટે તૈયારી તથા મોક ઈન્ટરવ્યુ

પ્લેસમેન્ટ વખતે

ઈન્ટરવ્યૂ માટેનું સંકલન અને આયોજન

સંભવિત નિયોજક સાથે સંપર્ક

નોકરી ની તકો માટેનું સંકલન

પ્લેસમેન્ટ પછી

વિદ્યાર્થીઓ સાથે સતત સમ્પર્ક સાધી તેઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવું.

વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓમાં પ્લેસમેન્ટ સહાય થકી ઇન્ટર્નશિપ ની તકો પ્રાપ્ત થઈ છે અને તેઓને અગ્રણી કમ્પનીઓમાં નોકરી પણ મળી છે.
વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને નોકરીની તકો પુરી પાડતી અમુક કંપનીઓના નામ નીચે મુજબ છે :

સ્વાતિ સ્પેન્ટોઝ પ્રાઈવેટ લિમિટેડ

પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ઈન્જેક્ટ કેર પેરેન્ટેરલસ પ્રાઈવેટ લિમિટેડ

મેગાફાઈન ફાર્માં, લિમિટેડ

અમોલી ઓર્ગેનીક્સ

શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ની ભરતી