વિદ્યાર્થી ઉત્કર્ષ

ગૃહપૃષ્ઠ > વિદ્યાર્થી ખંડ > વિદ્યાર્થી ઉત્કર્ષ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સુખાકારી અને સલામતીનું ખૂબ મહત્વ છે. કોલેજ વિદ્યાર્થીઓ ને શશક્ત, સુરક્ષિત અને ગૌરવંતા ની લાગણી નો અનુભવ કરાવવા ઉમદા પ્રયત્નો કરે છે. 

કોલેજ દ્વારા વિદ્યાર્થી કલ્યાણ માટે ઘણી સમિતિની (સેલ) રચના કરવામાં આવી છે, જે કોલેજમાં સુરક્ષિત વાતાવરણ ની જાળવણી અને વિદ્યાર્થીઓના પ્રતિસાદો ને આવકારવા માટે પૂરતી તક આપવી જેવા કર્યો સાથે સંકળાયેલ છે તે વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવામાં પણ મદદ કરે છે. 

૧. એન્ટી રેગિંગ મોનિટરિંગ સેલ

રેગિંગ એ ગુનો છે. કોઈ પણ કૃત્ય જે શારીરિક કે માનસિક હાનિ પહોંચાડી શકે કે પછી પહોંચાડે છે અથવા શંકા / ડર / શરમ ઉભી કરે તેને રેગિંગ કહી શકાય. આવી પ્રવૃત્તિઓ, ભલે જુનિયર / સિનિયર / સાથીદારો સાથે કરવામાં આવે, તે ગંભીર ગુનો છે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં, રેગિંગ પર સખત પ્રતિબંધ છે. જે કોઈપણ વિદ્યાર્થી આ પ્રવૃત્તિમાં સામેલ હશે તેના પર કાયદાકીય પગલાં લેવામાં આવશે. તેથી વિદ્યાર્થીઓ ને વિનંતી કરવામાં આવે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહે. 

એન્ટી રેગિંગ મોનિટરિંગ સેલનાં ઉદ્દેશ્ય:

કોલેજમાં રેગિંગ મુક્ત સંસ્કૃતિ બનાવવા અને તેની જાળવણી ના સંદર્ભમાં દેખરેખ રાખવી અને સલાહ /સૂચનો આપવા.
રેગિંગની કોઈપણ ઘટના ન બને તે માટે કેન્ટીન, વર્ગખંડો વગેરે સહિતના કોલેજ કેમ્પસ વિસ્તારમાં નિયમિત દેખરેખ રાખવી.
રેગિંગના ખરાબ પ્રભાવ વિશે વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા અને હાલની એન્ટી રેગિંગ જોગવાઈ પર જાગૃતિ લાવવી.
કોલેજમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રેગિંગ પર અંકુશ મેળવવા માટે વ્યૂહરચના અને કાર્ય યોજના નું ઘડતર કરવું.

એન્ટી રેગિંગ મોનીટરીંગ સેલના સભ્યો

ક્રમ નં. નામ હોદ્દો
1 ડો.સ્મિતા એચ. બક્ષી અધ્યક્ષ
2 ડો. હર્ષિદા ચૌધરી સંયોજક
3 શ્રી વિપુલ ખલાસી સભ્ય

* વિદ્યાર્થી પરિષદના પસંદ કરેલ સભ્યો આ સેલમાં વિદ્યાર્થી સંગઠન નું પ્રતિનિધિત્વ કરશે.

૨. ફરિયાદ નિવારણ સેલ

કોલેજમાં ફરિયાદ નિવારણ સેલ છે જે વિદ્યાર્થીઓ દ્વારા નોંધાયેલા પ્રતિસાદ અને ફરિયાદોને ધ્યાનમાં લે છે. આ સેલ ને પજવણીના મામલાની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. માન્ય ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સેલના સભ્યોને રૂબરૂ સંપર્ક કરી શકે છે. જે ફરિયાદી રૂબરૂ મળીને ફરિયાદ આપવા ન ઈચ્છતા હોય તેઓ એ લેખિતમાં પોતાની ફરિયાદ મોકલાવવી .

ફરિયાદ નિવારણ સેલનાં ઉદ્દેશ્ય

વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની ફરિયાદની તપાસ અને સમીક્ષા કરવા માટે નીતિ ઘડવી.
નિષ્પક્ષ અને ન્યાયી અભિગમ સાથે ઉભી થયેલી ફરિયાદોના અસરકારક નિરાકરણની ખાતરી કરવી.
વિદ્યાર્થીઓ ને રેગિંગ ની સતામણી ના ભય થી મુક્ત થઈને ફરિયાદ / પ્રતિસાદ સ્પષ્ટપણે વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવા.
વિદ્યાર્થીઓ એકબીજાની યોગ્યતા અને ગૌરવનું સન્માન આપવા અને જ્યારે પણ તકરાર નો કોઈ પ્રસંગ આવે ત્યારે સંપૂર્ણ સંયમ અને ધૈર્ય બતાવવા સૂચનો આપવા.
તે સુનિશ્ચિત કરવું કે દરેક ફરિયાદ નું નિર્ધારિત કરેલ સમય મર્યાદામાં નિરાકરણ આવે.

ફરિયાદ નિવારણ સેલના સભ્યો

ક્રમ નં. નામ હોદ્દો
1 ડો. સ્મિતા એચ.બક્ષી અધ્યક્ષ
2 ડો. જ્યોતિન્દ્ર માહ્યાવંશીના સંયોજક
3 ડો. કૃતિ પરમાર સબ-કો-ઓર્ડીનેટર 

* વિદ્યાર્થી પરિષદના પસંદ કરેલ સભ્યો આ સેલમાં વિદ્યાર્થી સંગઠન નું પ્રતિનિધિત્વ કરશે.

૩. મહિલા વિકાસ સેલ

મહિલા વિકાસ સેલ ની રચના મહિલા અનુકૂળ વાતાવરણ ના વિકાસ માટે તથા કોલેજ ના દરેક કાર્યો માં મહિલા વિકાસ ને પ્રોત્સાહિત કરવા હેતુ થી કરવામાં આવી છે. આ સેલ મહિલા સશક્તિકરણ થી લઇ તે માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સુધીનો અનોખો મંચ છે.

મહિલા વિકાસ સેલનાં ઉદ્દેશો

જ્ઞાન સંચાર, પ્રશિક્ષણ અને યોગ્યતા લક્ષી કાર્યક્રમો ના માધ્યમથી મહિલા સશક્તિકરણ માં વૃદ્ધિ કરવી.
મહિલાઓને સ્વ-મૂલ્ય ભાવનામાં સુધારા લાવવા, તેમના અધિકારો માટેની જાગૃતિ લાવવી, સંશોધનો અને તકો સંબંધિત અધિકારો વિશે જાણકારી આપવી, ઘરની અંદર અને બહાર તેમના પોતાના જીવન પર નિયંત્રણ શક્તિ ના અધિકારો વિશે માહિતગાર કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક તથા આર્થિક સમાનતા ની સ્થાપના માં તેમની કુશળતા અને દોરવણી થકી સંભવિત સામાજિક બદલાવ ની સમજૂતી આપવી

મહિલા વિકાસ સેલના સભ્યો

ક્રમ નં. નામ હોદ્દો
1 ડો. સ્મિતા એચ.બક્ષી અધ્યક્ષ
2 શ્રીમતી નીલમ પ્રજાપતિ સંયોજક
3 ડો. સ્વાતિ જોશી સભ્ય

* વિદ્યાર્થી પરિષદના પસંદ કરેલ સભ્યો આ સેલમાં વિદ્યાર્થી સંગઠન નું પ્રતિનિધિત્વ કરશે.

૪. અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને સમાન તક સેલ:

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં રચિત અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને સમાન તક સેલ નું ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓની ના મૂંઝવણ નું નિવારણ કરવાનું અને જરૂર જણાય ત્યાં આવશ્યક સહાય પૂરી પાડવાનું છે

અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને સમાન તકો સેલનાં ઉદ્દેશ્ય:

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં કોઈ જાતિ આધારિત ભેદભાવ ન થાય અને તમામ ક્ષેત્રોમાં સમાન તકો ની ખાતરી કરવી.
કોલેજમાં અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને અન્ય અનામત વર્ગો માટે નીતિઓના અમલીકરણ પર નજર રાખવી.
કોલેજમાં પ્રવેશ, ભરતી, બઢતી અને અન્ય સમાન બાબતો અંગે અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને અન્ય અનામત કેટેગરી તરફથી મળેલી ફરિયાદ નો ઉકેલ લાવવો.

એસટી / એસસી અને ઇઓ સેલના સભ્યો:

ક્રમ નં. નામ હોદ્દો
1 ડો. સ્મિતા એચ.બક્ષી અધ્યક્ષ
2 અસ્મિતા ગાવિત સંયોજક
3 હિતેશ બંસુ સભ્ય

* વિદ્યાર્થી પરિષદના પસંદ કરેલ સભ્યો આ સેલમાં વિદ્યાર્થી સંગઠન નું પ્રતિનિધિત્વ કરશે.

૫. જાતીય સતામણી નિવારણ અને ફરિયાદ સેલ:

ભારતીય સુપ્રીમ કોર્ટ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) તરફથી મળેલ માર્ગદર્શિકા ના અનુસંધાન માં શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ જાતીય સતામણી અને મહિલાઓ સામે હિંસા માટેની સેલની રચના કરી છે, જેથી સંબંધિત પ્રશ્નો નું નિવારણ થઇ શકે.

જાતીય સતામણી ફરિયાદ સમિતિ ના ઉદ્દેશ્ય:

કોલેજ કેમ્પસ માં મહિલા સતામણી અંગે રક્ષણ પૂરું પડવું અને તે સંબંધિત ફરિયાદ નો ઉકેલ લાવવો.
જાતીય સતામણી ની ભોગ બનેલી મહિલાઓ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું.
વિદ્યાર્થીઓની જાતીય સમાનતા વિશે સભાન કરવા અને જાતીય સતામણી ની રોકવા પ્રયત્નો કરવા.
કેમ્પસ પર પરામર્શ અને સહાયક સેવા સંબંધિત માહિતી પ્રદાન કરવી.

જાતીય સતામણી નિવારણ અને ફરિયાદ સેલના સભ્યો:

ક્રમ નં. નામ હોદ્દો
1 ડો. સ્મિતા એચ.બક્ષી અધ્યક્ષ
2 ડો. સ્વાતિ જોશી સંયોજક
3 ડો. કૃતિ પરમાર સભ્ય

* વિદ્યાર્થી પરિષદના પસંદ કરેલ સભ્યો આ સેલમાં વિદ્યાર્થી સંગઠન નું પ્રતિનિધિત્વ કરશે.