શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં જીવન ઘડતર

ગૃહપૃષ્ઠ > શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં જીવન ઘડતર

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં જીવન જાેશીલું તેમજ આકર્ષક છે અને વિદ્યાર્થીઆે માટે વિશ્વ અને સ્વયં વિષે વધુ સંશોધન કરાવનારી તકોથી ભરપૂર છે. અભ્યાસક્રમના પ્રથમ વર્ષના પ્રારંભથી અંત સુધી વિદ્યાર્થીઆે સતત એવી પ્રવૃત્તિઆેમાં પરોવાયેલા રહે છે, જે તેમને વધુ આત્મવિશ્વાસુ, સુજાણ બનાવી સુસંસ્કારોમાં સુસ્થિત કરે છે.

સર્વાંગી શિક્ષણ

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં અમે વિદ્યાર્થીઆેનો માત્ર શૈક્ષણિક વિકાસ જ નહીં, પરંતુ તેમનાં વ્યક્તિત્વ અને સંસ્કારોનો વિકાસ સુનિશ્ચિત કરવા અર્થે સર્વાંગી શિક્ષણને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ છીએ. સૅમિનાર, વર્કશોપ અને બહારના તજજ્ઞો સાથે વિચારવિમર્શ જેવી વિવિધ તકો વિદ્યાર્થીઆેના ભણતરને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. સંસ્કારગ્રાહી કેળવણી અને વિશિષ્ટ જીવનકૌશલ્યનાં સત્રો વિદ્યાર્થીઆેમાં ૨૧મી સદી માટે આવશ્યક પ્રાવીણ્ય તેમજ કાર્યક્ષમતા વિકસાવવામાં સહાયરૂપ નીવડે છે.

અભ્યાસની અનેક તક

શૈક્ષણિક ઉત્કર્ષ અને જિજ્ઞાસા વિદ્યાર્થીઆેનો સર્વાંગી વિકાસનું મૂળ છે. વિદ્યાર્થીઆેની જિજ્ઞાસાને ખીલવવા અને તેમના જ્ઞાનની વૃદ્ધિ અર્થે રચનાત્મક શિક્ષણપદ્ધતિ અપનાવવામાં આવે છે. વિજ્ઞાનની ગહન સૈદ્ધાંતિક સમજણ ઉપરાંત વિદ્યાર્થીઆેને આ સિદ્ધાંતોના પ્રયોગાત્મક અમલીકરણ વિષે તેમજ તેમનાં અભ્યાસક્ષેત્રો સંબંધિત વર્તમાન વૈશ્વિક સંવર્ધનનો પિરચય પણ આપવામાં આવે છે.

વિદ્યાર્થીઆેને તેમનાં પાઠ્યપુસ્તકો ઉપરાંત શૈક્ષણિક જિજ્ઞાસા અને અભ્યાસ અર્થે પ્રેરણા આપવામાં આવે છે :

સૅમિનાર અને વર્કશોપ

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સૅમિનાર અને સ્પર્ધાઆેમાં ભાગ લેતાં વધુ લોકો સમક્ષ પ્રસ્તુતિ કરવાની હોવાથી વિદ્યાર્થીઆેને તેમની ક્ષમતાની વૃદ્ધિ કરવાની અને આત્મવિશ્વાસ કેળવવાની તક સાંપડે છે.
વિદ્યાર્થીઆેએ ગુજરાત રાજ્ય બાયૉટૅક્નૉલૉજી મિશન (જી.એસ.બી.ટી.એમ.) અને અંડરગ્રૅજ્યુએટ અૅસોસિયેશન આૅફ માઈક્રોબાયૉલૉજી (યુ.જી.એ.એમ.) દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઆેમાં ભાગ લઈ અૅવૉર્ડ જીત્યા છે.

તજજ્ઞો સાથે વિચારવિમર્શ

અભ્યાસ કરાવવામાં આવતા વિષયોને ઊંડાણપૂર્વક સમજવા વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાતને આમંત્રિત કરવામાં આવે છે. આ વિચારવિમર્શ વિદ્યાર્થીઆેને પોતે શીખેલ વિષયોનો વર્તમાન વિશ્વ સાથેના સંબંધ અને તેની ઉપયોગીતા વિષે જાણવામાં સાધનરૂપ નીવડે છે. કૉલેજમાં યોજાયેલ કેટલાંક વિશેષજ્ઞનાં ભાષણો: ‘એચ.પી.એલ.સી. અને જીવવિજ્ઞાન તથા રસાયણવિજ્ઞાનનું નિરીક્ષણ' - ડૉ. કામથ, એન.એમ. કૉલેજ, મુંબઈના નિવૃત્ત પ્રોફેસર ‘ધરમપુર વિસ્તારમાં ઊગતી આૈષધીય અને દુર્લભ વનસ્પતિઆેનું મહત્ત્વ' - પ્રોફેસર ડૉ. એમ. એચ. પરબિયા, વી. એન. એસ. જી. યુ., સુરતના બાયૉ-સાયન્સિસ વિભાગના નિવૃત્ત વડા

બ્રિજ કોર્સ

વિદ્યાર્થીઆેને શાળામાં પૂર્વે અભ્યાસ કરાવવામાં આવેલ વિષયોની સંપૂર્ણ સમજ હોવી આવશ્યક છે, જેથી તેઆે ઉચ્ચ સૈદ્ધાંતિક વિષયોને અસરકારક રીતે ગ્રહણ કરી શકે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઆેમાં મૂળભૂત વિષયોની સ્પષ્ટતા અર્થે વિશિષ્ટ બ્રિજ કોર્સની સંરચના કરવામાં આવે છે. આ અભ્યાસ અર્થે સૌપ્રથમ અમુક અઠવાડિયાં સુધી દરેક વિષયના શ્રેણીબદ્ધ સત્રો લેવામાં આવે છે.

મૂલ્યલક્ષી શિક્ષણ

સંસ્કાર વીના ની શૈક્ષણિક શ્રેષ્ઠતા છાયા વિનાના વૃક્ષ જેવું છે. તેથી વિદ્યાર્થીઆેમાં સંસ્કારોનો પાયો મજબૂત કરવા નિયમિતપણે વિચારવિનિમય અને પિરસંવાદો દ્વારા અખંડિતતા, સંવેદનશીલતા, નેતૃત્વ, જવાબદારી, ધ્યેયનિર્ધારણ, ખંત અને પ્રામાણિકતા જેવાં મૂલ્યો કેળવવામાં આવે છે.

તે ઉપરાંત તેમને રમતગમત, સામૂહિક અધ્યયન, પિરષદો અને અન્ય પ્રવૃત્તિઆે દ્વારા તેમનાં દૈનિક જીવનમાં આ મૂલ્યોનો અભ્યાસ કરવાની તક આપવામાં આવે છે.

જીવન જીવવાની કળા

જીવન જીવવાની કળા દ્વારા વિશ્વનો સામનો કરવા વિદ્યાર્થીઆે સક્ષમ, કુશળ અને આત્મવિશ્વાસપૂર્ણ વ્યક્તિ તરીકે તૈયાર થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના વિદ્યાર્થીઆેના આ પ્રકારના ઘડતર માટે કૉલેજ દ્વારા પ્રસિદ્ધ વ્યાવસાયિક કુશળતા તાલીમ સંસ્થા(મા ફાઉન્ડેશન)ના સહકારથી તેમના માટે વાર્ષિક કૌશલ્યકેળવણીની સૂચિ તૈયાર કરવામાં આવે છે. શ્રેણીબદ્ધ સત્રો અને માર્ગદર્શિત પ્રવૃત્તિઆે દ્વારા વિદ્યાર્થીઆેને કૌશલ્યકેળવણી આપવામાં આવે છે જેમ કે :

  • આયોજન
  • ધ્યેયની પિરભાષા
  • નિર્ણયશક્તિ
  • સમય વ્યવસ્થાપન
  • નાણાંકીય સાક્ષરતા

કારકિર્દી સહાય

ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઆેને વ્યાવસાયિક જગત માટે તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઆેને રોજગાર ઉપયોગી આવશ્યક કળાઆે શીખવવા વિશિષ્ટ યોજનાઆે હાથ ધરવામાં આવે છે. આૈદ્યોગિક સંકુલની મુલાકાતો અને વ્યાવસાયિક ક્ષેત્રે તાલીમ દ્વારા તેમને તે જગતનો પિરચય આપવામાં આવે છે.

રોજગાર કૌશલ્ય તાલીમ

વિદ્યાર્થીજીવનની શરૂઆતમાં ઉપરોક્ત પ્રારંભિક તાલીમ આપવી અગત્યની છે જેથી તેઆે પ્રગતિશીલ વિશ્વમાં પડકાર ઝીલવા સક્ષમ બને. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ પ્રતિબદ્ધ થાય છે કે વિદ્યાર્થીઆે સ્નાતક પદવી મેળવ્યા પછી તેમની રુચિ અનુસાર રોજગાર મેળવવામાં સફળ થાય. કૉલેજ દરેક વિદ્યાર્થીનાં વ્યક્તિગત ધ્યેયને અનુલક્ષીને કારકિર્દીને લગતી વિવિધ સહાય પૂરી પાડે છે. વિદ્યાર્થીઆેને તેમની કારકિર્દીના દરેક સોપાને નીચે દર્શાવેલ સહાય આપવામાં આવે છે :

  • નોકરી માટે ઇન્ટરવ્યૂ અંગેના વર્ગો
  • મોક ઇન્ટરવ્યૂની તાલીમ
  • માતાપિતા અને વિદ્યાર્થીઆે સાથે કારકિર્દી પરામર્શ
  • ભારત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઆે અને નોકરીઆે માટે તાલીમ વર્ગો
  • વ્યવહાર કૌશલ્યની તાલીમ

ઇન્ડસ્ટ્રીઅલ વિઝીટ

વિદ્યાર્થીઆેને વ્યાવસાયિક નિયમો સમજાવવા અને વિભિન્ન ઉપલબ્ધ અવસરોથી માહિતગાર કરાવવા તેમના માટે સ્થાનિક ઉદ્યોગો સાથે વિશિષ્ટ પ્રવાસ અને પિરચયાત્મક મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે. વાપી અને વલસાડમાં વિપુલ સંખ્યામાં ઉદ્યોગો છે અને વિદ્યાર્થીઆે વારંવાર મોટા આૈદ્યોગિક સંકુલો અને કોર્પોરેટ્સની મુલાકાત લે છે.

વિદ્યાર્થીઆેએ વાપી ગ્રીન એન્વીરો લિમિટેડ (વી.જી.ઈ.એલ.) અને કૉમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સી.ઈ.ટી.પી.) જેવા કોર્પોરેટ્સની તેમજ વાપીના સેન્ટર આૅફ એક્સેલન્સ(સી.આે.ઈ.)ની પણ મુલાકાત લીધી છે. જ્ઞાનની વૃદ્ધિ અર્થે વિદ્યાર્થીઆેએ આ મુલાકાત પશ્ચાત્ પોતે મેળવેલ જાણકારી પ્રમાણે એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

ઇન્ટર્નશિપ તથા પ્લેસમેન્ટ

વિદ્યાર્થીઆેએ સ્વાતિ સ્પેન્ટોઝ પ્રાઇવેટ લિમિટેડ, પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇન્જેક્ટ કેર, પેરેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ અને મેગાફાઇન ફાર્મા લિમિટેડ સહિતની વિવિધ કંપનીઆેમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે.

આ તાલીમ અત્યંત કઠિન હોય છે છતાં ઘણા વિદ્યાર્થીઆે કહે છે કે આ અનુભવ તેમના માટે ખૂબ સઘન અને સાર્થક નીવડ્યો છે.

તદુપરાંત, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વિદ્યાર્થીઆેને રોજગારની સંપૂર્ણ તકો પૂરી પાડે છે અને તેમની રુચિ અને પસંદગીને અનુરૂપ પ્રતિષ્ઠિત આૈદ્યોગિક ક્ષેત્રે રોજગારીની તકો મેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વર્ગખંડ ઉપરાંત

અભ્યાસક્રમ અને ઇતર પ્રવૃત્તિઆેના વિકાસ ઉપરાંત વિદ્યાર્થીઆેની શારીિરક, ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક સુખાકારીની સુનિશ્ચિતતા કરવી એ પણ એટલું જ મહત્ત્વનું છે જે વિવિધ સામાજિક અભિયાનો, કૌશલ્ય અને રમતગમતની સ્પર્ધાઆે અને ઘણી ઇતર પ્રવૃત્તિઆે દ્વારા પ્રાપ્ત થાય છે.

સામાજિક પહાેંચ અને એન.એસ.એસ

રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) વિદ્યાર્થીઆેને સમાજ સાથે રહી, તેની સુધારણા કરવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે. એન.એસ.એસ.ના સહભાગીરૂપે વિદ્યાર્થીઆેએ બહુવિધ સાક્ષરતા અભિયાનોનું આયોજન અને તેમાં ભાગ લીધો હતો, સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું, ભારતની સંરક્ષણ સેનાના સૈનિકોનું સન્માન કર્યું હતું અને સ્વચ્છ ભારત અભિયાન અર્થે ઝુંબેશ ચલાવી હતી.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઆે અને કાર્યક્રમો

વિદ્યાર્થીઆેનાં વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસની સુનિશ્ચિતતા અર્થે સપ્તધારા કાર્યક્રમ જેવી સામુદાયિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઆેનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાત વિભાગો છે – જ્ઞાન, સર્જનાત્મક અભિવ્યક્તિ, લલિતકળા, રંગભૂમિ, સંગીત અને નૃત્ય, કસરત અને રમતગમત તેમજ સામાજિક સેવા. કૉલેજ દ્વારા વાર્ષિક દિવસનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઆે પરંપરાગત નૃત્યો અને અભિનયોની પ્રસ્તુતિ કરે છે. વિદ્યાર્થીઆે નિયમિતપણે કૉલેજમાં ગુરુપૂર્ણિમા, પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન અને શિક્ષકદિન જેવા કેટલાક અન્ય કાર્યક્રમોની ઉજવણી કરે છે.

રમતગમત અને સ્વાસ્થ્ય

કૉલેજ દ્વારા એથ્લેટિક્સ, વૉલીબોલ, કબડ્ડી અને ક્રિકેટ જેવી વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે તેમજ ‘ખેલ મહાકુંભ' જેવી જિલ્લા અને રાજ્યકક્ષાની પ્રતિયોગિતાઆેમાં પણ ભાગ લેવામાં આવે છે. વિદ્યાર્થીઆેને ઘરેલુ રમતો અને મેદાની રમતગમતોમાં ભાગ લેવા અર્થે વાર્ષિક રમતગમત દિવસનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઆેની નિયમિતપણે તબીબી તપાસ થાય છે, તેઆે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગેનાં સત્રોમાં હાજરી આપે છે તેમજ તેમને પ્રવર્તમાન રોગો અને તેના નિવારણ અર્થે પણ તેમને જાગૃતિ જાગૃત કરવામાં આવે છે.

યોગ અને ધ્યાન

યોગ મન અને શરીરની સ્થિરતામાં વૃદ્ધિ કરનાર છે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં સાપ્તાહિક યોગ સત્રો દ્વારા યોગનો નિયમિતપણે અભ્યાસ આ યુવાનોનાં જીવનમાં વણાઈ ગયો છે. વિદ્યાર્થીઆે પ્રાર્થના, પ્રાણાયામ, ધ્યાન અને આસનના અભ્યાસ દ્વારા ૨૧મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી પણ કરે છે.

વિદ્યાર્થી પિરષદ અને સમિતિઆે

વિદ્યાર્થીઆેને વિદ્યાર્થી પિરષદ અને અન્ય સમિતિઆેમાં સહભાગી કરી નેતૃત્વ કૌશલ્યની કેળવણી અને નિપુણતા અર્થે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સમિતિઆે વિદ્યાર્થીઆેનાં વિચારો, પસંદગીઆે અને મુશ્કેલીઆેને રજૂ રજૂ કરવાની સાથે ઉજવણીઆે અને સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.

એસેમ્બલી

નિયમિત પણે થતી એસેમ્બલી વિદ્યાર્થીઆેને તેમના સહાધ્યાયીઆે સાથે વ્યક્તિગત અનુભવો, નવીન સંશોધન, વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલ વિકાસ અથવા સામાજિક મુદ્દાઆેની પરસ્પ્દ્માર આપ-લે કરવાની તક આપે છે. આમ વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જે તેઆેના આત્મવિશ્વાસ અને પારસ્પિરક વ્યવહારના વિકાસમાં સહાયરૂપ થાય છે.

વિદ્યાર્થીઆેના અનુભવ
  • મેં શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાંથી મારું બી.એસસી., એમ.એસસી. (માઇક્રોબાયોલોજી) અને પીજીડીએમએલટી પૂર્ણ કર્યું છે. આ છ વર્ષો દરમ્યાન, મેં કોલેજમાં અદ્ભુત શૈક્ષણિક વાતાવરણ અનુભવ્યું છે. કોલેજે મને મારી કુશળતા વધારવા અને મારા જ્ઞાનને સમૃદ્ધ બનાવવાની ઘણી તકો પૂરી પાડી છે. આ સંસ્થા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે તેમના સમગ્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે.

    સૌરવ ગનવિત
    પીજીડીએમએલટી (૨૦૨૨-૨૦૨૩)
  • વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો વચ્ચેના સંબંધો ખૂબ જ સુખદ અને મૈત્રીપૂર્ણ હતા. મને વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે વધુ યોગ્ય વ્યક્તિ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ હું શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના અધ્યાપકો, સ્ટાફ અને મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

    સાહિલ શેખ
    પીજીડીએમએલટી (૨૦૨૨-૨૦૨૩)
  • કોલેજ સાચા અર્થમાં દિવ્યતા અને શૈક્ષણિક વાતાવરણનું સહાયક સ્થળ છે. વિવિધ સ્પર્ધાઓ દ્વારા મારા કૌશલ્યો અને પ્રતિભાઓનું પ્રદર્શન કરવા, મને સતત પ્રેરણા મળી છે. તદુપરાંત, કોલેજ ઉદ્યોગિક શૈક્ષણિક યાત્રાઓના આયોજન દ્વારા વિદ્યાર્થીઓને બાહ્ય વાતાવરણનો સંપર્ક પૂરો પાડે છે. એકંદરે, આ કોલેજમાં મારો અનુભવ સકારાત્મક અને યાદગાર રહ્યો છે.

    વૈષ્ણવી બારોટ
    બી.એસસી. માઇક્રોબાયોલોજી (૨૦૨૦-૨૦૨૩)
  • શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ કોલેજમાં મારી સફર જાદુઈ હતી. શિક્ષકો પાસે પોતપોતાના વિષયોનું પુષ્કળ જ્ઞાન હતું અને તેઓ ઇન્ટરેક્ટિવ અને આનંદપ્રદ વર્ગો લેતા હતા. કોલેજે મને પ્રિય મિત્રો અને અદ્ભુત યાદોના આશીર્વાદ આપ્યા છે જે મને જીવનભર માટે મૂલ્યવાન રહેશે.

    વિરલ ગનવિત
    બી.એસસી. મેથેમેટિક્સ (૨૦૨૦-૨૦૨૩)
  • હું વિભાગના તમામ ફેકલ્ટી સભ્યો માટે અપાર આદર અને સ્નેહ ધરાવું છું. તેઓના નિષ્ઠાવાન પ્રયાસો દ્વારા, હું મારા ભવિષ્યની વ્યાવસાયિક ક્ષમતાઓને વધારવામાં સફળ રહ્યો છું. મારા શૈક્ષણિક અને આંતરવ્યક્તિત્વ કૌશલ્યોને સુધારવામાં માર્ગદર્શકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

    સંતોષ થોરાટ
    બી.એસસી. કેમિસ્ટ્રી (૨૦૨૦-૨૦૨૩)
  • આ કોલેજમાં મારો સમગ્ર અનુભવ ખૂબ વિશિષ્ઠ રહ્યો છે. અમારો અને ફેકલ્ટી સભ્યો વચ્ચેનો સંબંધ ખૂબ જ સ્નેહાળ હતો, જેણે મારા રુચિના ક્ષેત્રમાં મને શ્રેષ્ઠતા મેળવવામાં મોટો ફાળો આપ્યો છે. અહીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઉચ્ચ ધોરણનું છે.

    જીનલ બિરારી
    બી.એસસી. બોટની (૨૦૨૦-૨૦૨૩)
  • ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં બે વર્ષ દરમ્યાન, મેં અસંખ્ય પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો. કોલેજના વાતાવરણની મારા પર ઊંડી અસર પડી, જીવન પ્રત્યેના મારા દૃષ્ટિકોણમાં ફેરફાર થયો અને મારા ભાવિ પ્રયાસો અંગે મને પૂરી સ્પષ્ટતા મળી.

    રૂત્વિક ટંડેલ
    એમ.એસસી. કેમિસ્ટ્રી (૨૦૨૧ -૨૦૨૩)
  • શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની મારી પાંચ વર્ષની સફરમાં, મેં ઘણું જ્ઞાન મેળવ્યું અને જબરદસ્ત વ્યક્તિગત વૃદ્ધિ જોઈ છે. હું પ્લેસમેન્ટ સેલની સતત મદદ માટે આભાર વ્યક્ત કરું છું, જેના પરિણામે આરતી ઇન્ડસ્ટ્રીઝમાં મારું પ્લેસમેન્ટ થયું. હું આ પ્રતિષ્ઠિત સંસ્થાનો ભાગ બનીને અભિભૂત છું.

    મહિમા માહલા
    એમ.એસસી. કેમિસ્ટ્રી (૨૦૨૧ -૨૦૨૩)
  • અમારી કોલેજની આસપાસની પ્રાકૃતિક સૌંદર્યની મૂલ્યવાન સંપત્તિ શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ માટે એક ભવ્ય વાતાવરણ બનાવે છે. અમારી કોલેજ અસાધારણ ફેકલ્ટી સભ્યોની ટીમથી લાભાન્વીત છે. તદુપરાંત, અમારી કોલેજે અમને ઘણી બધી અતુલ્ય તકો અને અનુભવો આપ્યા છે, જેના માટે હું હંમેશા તેની આભારી રહીશ.

    દિવા ભૂમિત
    એમ.એસસી. માઇક્રોબાયોલોજી (૨૦૨૧-૨૦૨૩)