શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સુખાકારી અને સલામતીનું ખૂબ મહત્વ છે. કોલેજ વિદ્યાર્થીઓ ને શશક્ત, સુરક્ષિત અને ગૌરવંતા ની લાગણી નો અનુભવ કરાવવા ઉમદા પ્રયત્નો કરે છે.
કોલેજ દ્વારા વિદ્યાર્થી કલ્યાણ માટે ઘણી સમિતિની (સેલ) રચના કરવામાં આવી છે, જે કોલેજમાં સુરક્ષિત વાતાવરણ ની જાળવણી અને વિદ્યાર્થીઓના પ્રતિસાદો ને આવકારવા માટે પૂરતી તક આપવી જેવા કર્યો સાથે સંકળાયેલ છે તે વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવામાં પણ મદદ કરે છે.
રેગિંગ એ ગુનો છે. કોઈ પણ કૃત્ય જે શારીરિક કે માનસિક હાનિ પહોંચાડી શકે કે પછી પહોંચાડે છે અથવા શંકા / ડર / શરમ ઉભી કરે તેને રેગિંગ કહી શકાય. આવી પ્રવૃત્તિઓ, ભલે જુનિયર / સિનિયર / સાથીદારો સાથે કરવામાં આવે, તે ગંભીર ગુનો છે.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં, રેગિંગ પર સખત પ્રતિબંધ છે. જે કોઈપણ વિદ્યાર્થી આ પ્રવૃત્તિમાં સામેલ હશે તેના પર કાયદાકીય પગલાં લેવામાં આવશે. તેથી વિદ્યાર્થીઓ ને વિનંતી કરવામાં આવે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહે.
કોલેજમાં ફરિયાદ નિવારણ સેલ છે જે વિદ્યાર્થીઓ દ્વારા નોંધાયેલા પ્રતિસાદ અને ફરિયાદોને ધ્યાનમાં લે છે. આ સેલ ને પજવણીના મામલાની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. માન્ય ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સેલના સભ્યોને રૂબરૂ સંપર્ક કરી શકે છે. જે ફરિયાદી રૂબરૂ મળીને ફરિયાદ આપવા ન ઈચ્છતા હોય તેઓ એ લેખિતમાં પોતાની ફરિયાદ મોકલાવવી .
મહિલા વિકાસ સેલ ની રચના મહિલા અનુકૂળ વાતાવરણ ના વિકાસ માટે તથા કોલેજ ના દરેક કાર્યો માં મહિલા વિકાસ ને પ્રોત્સાહિત કરવા હેતુ થી કરવામાં આવી છે. આ સેલ મહિલા સશક્તિકરણ થી લઇ તે માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સુધીનો અનોખો મંચ છે.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં રચિત અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને સમાન તક સેલ નું ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓની ના મૂંઝવણ નું નિવારણ કરવાનું અને જરૂર જણાય ત્યાં આવશ્યક સહાય પૂરી પાડવાનું છે
ભારતીય સુપ્રીમ કોર્ટ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) તરફથી મળેલ માર્ગદર્શિકા ના અનુસંધાન માં શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ જાતીય સતામણી અને મહિલાઓ સામે હિંસા માટેની સેલની રચના કરી છે, જેથી સંબંધિત પ્રશ્નો નું નિવારણ થઇ શકે.