B.Voc. Industrial Management

ગૃહપૃષ્ઠ > B.Voc. Industrial Management

અભ્યાસક્રમ B.Voc. Industrial Management

સમયગાળો: 3 વર્ષ

સત્ર: પૂર્ણ સમય

બેઠકો: 30

સેમેસ્ટર: 6

પ્રવેશ: મેરિટ આધારિત (VNSGU મુજબ)

અભ્યાસક્રમનું વર્ણન

B.Voc. ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એ 3-વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ છે જે વિદ્યાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સફળ કારકિર્દી માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરે છે.

અભ્યાસક્રમ હાઇલાઇટ્સ

પ્રાયોગિક કૌશલ્યો પર વિશેષ લક્ષ:

  • ઉદ્યોગ-લક્ષી અભ્યાસક્રમ: આ અભ્યાસક્રમ ઔદ્યોગિક નિષ્ણાતોના સહયોગથી તૈયાર કરાવવામાં આવ્યો છે, જેથી વર્તમાન ઔદ્યોગિક જરૂરિયાતો અને પ્રથાઓનો સુમેળ સુનિશ્ચિત કરી શકાય.
  • પ્રાયોગિક તાલીમ પર વધુ ભાર: અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ફરજિયાત ઇન્ટર્નશીપ દ્વારા વિદ્યાર્થીઓ અનુભવાત્મક તાલીમ મેળવી શકશે.
  • વ્યવસાય-લક્ષી કૌશલ્યોનો વિકાસ: અભ્યાસક્રમમાં, પ્રોબ્લેમ સોલવિંગ, ડિસિશન મેકિંગ, કમ્યુનિકેશન, ટીમ વર્ક અને લીડરશિપ જેવી આવશ્યક કુશળતાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવે છે.

b. અભ્યાસક્રમની વ્યાપક શ્રેણી:

  • મુખ્ય મેનેજમેન્ટ વિષયો: આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, હ્યૂમન રિસોર્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફિનાનશિયલ મેનેજમેન્ટ અને ઓપરેશન્સ મેનેજમેન્ટ જેવા મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
  • તકનીકી જ્ઞાન: આ અભ્યાસક્રમમાં પ્રોડકશન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને ટોટલ ક્વાલિટી મેનેજમેન્ટ જેવા તકનીકી ક્ષેત્રોમાં પાયાનું જ્ઞાન પ્રદાન કરાશે.

“For, each man can do best and excel in only that thing of which he is passionately fond, in which he believes, as I do, that he has the ability to do it, that he is in fact born and destined to do it.”

– Dr APJ Abdul Kalam

કોર્સના ફાયદા

  • રોજગાર ક્ષમતામાં વધારો: આ અભ્યાસક્રમના સ્નાતકો મેન્યૂફેકચરિંગ, લૉજિસટિક્સ, ઓપરેશન્સ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિવિધ નોકરીની ભૂમિકાઓ માટે સારી રીતે સજ્જ થશે.
  • ઉચ્ચ કમાણીની સક્ષમતા: પરંપરાગત સ્નાતકની ડિગ્રી ધરાવતા સ્નાતકોની સરખામણીમાં B.Vocના સ્નાતકો સામાન્ય રીતે ઊંચા પગારથી રોજગાર મેળવી શકે છે.
  • ઉદ્યોગવૃતિ માટે મજબૂત પાયો: આ અભ્યાસક્રમ ઇનોવેશન અને રિસ્ક-ટેકિંગ જેવા કૌશલ્યને પ્રોત્સાહન આપે છે, જે મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે મૂલ્યવાન છે.

અભ્યાસક્રમ શીખવાના પરિણામો

B.Voc અભ્યાસક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, વિદ્યાર્થીઓએ તકનીક સંબંધિત પર્યાપ્ત જ્ઞાન સાથે વ્યાવસાયિક કૌશલ્યો અને ઔદ્યોગિક વ્યવસ્થાપન ક્ષેત્રે પણ યોગ્યતા મેળવશે, તેથી તેઓ વ્યવસાયમાં લાભદાયક રોજગાર મેળવવા માટે સજ્જ હશે.

સમજણશક્તિ

  • ઔદ્યોગિક સલામતી, આરોગ્ય અને ઉત્પાદન પ્રક્રિયાઓ સંબંધિત મૂળભૂત ધારણાઓની.
  • ઔદ્યોગિક સ્થાપના સંદર્ભમાં પર્યાવરણીય નિયમન સંબંધિત મૂળભૂત સિદ્ધાંતોની.
  • હ્યૂમન રિસોર્સ અને લિગલ કમ્પ્લાયન્સને લગતી પ્રથાઓની.
  • ઇન્ડસ્ટ્રીયલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના મહત્વની.
  • સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સંબંધિત મૂળભૂત ધારણાઓની.
  • ઉદ્યોગ સંબંધિત વિવિધ કમ્પ્લાયન્સ-ઓડિટ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અને દસ્તાવેજીકરણની.
  • ટોટલ ક્વાલિટી મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનને લગતી મૂળભૂત વિભાવનાઓની.

b. વ્યાવસાયિક કાર્યમાં પર્યાપ્ત કૌશલ્ય અને ક્ષમતા

  • ઉત્પાદન પ્રક્રિયામાં, સલામતી અને આરોગ્યના પગલાં, તેમ જ પર્યાવરણીય નિયમોને ધ્યાનમાં રાખીને દેખરેખ/નિરીક્ષણ.
  • હ્યૂમન રિસોર્સ અને કાનૂની કામગીરીને પાર પાડવા.
  • ઇન્ડસ્ટ્રીયલ ડેટાનો સંગ્રહ અને સુરક્ષા.
  • કાચા માલસામાનની પ્રાપ્તિ અને તેની સૂચિ તેમ જ અંતિમ હિસાબનું સંચાલન.
  • વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઓડિટ માટે તૈયારી
  • રિસોર્સ પ્લાનિંગ અને દસ્તાવેજીકરણનું સંચાલન
  • ટોટલ ક્વાલિટી મેનેજમેન્ટ સંબંધિત વિવિધ સાધનો અને તકનીકોનો અમલ.
  • વેસ્ટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ પ્રયાસોનો અમલ.

c. સ્વસ્થ અને વ્યાવસાયી વલણ

  • નોકરી પર કામ કરતી વખતે વિશ્લેષણાત્મક અભિગમ.
  • ક્ષતિઓ શોધવા અથવા સુધારતી વખતે ખુલ્લું મન.
  • સાથે કામ કરતા દરેક માટે આદર.
  • પ્રામાણિકતા, સમયની પાબંદી અને સત્યતા માટે આદર.
  • કામ તેમ જ લોકો પ્રત્યે સકારાત્મક અને આધ્યાત્મિક અભિગમ.
  • સતત પોતાની જાતને સુધારવાનું વલણ.
  • પરિવર્તન સાથે પ્રતિકાર અને આગળ વધવાની ક્ષમતા.
  • પર્યાપ્ત નિર્ણય લેવાની કુશળતા.

અભ્યાસક્રમ અને સંરચના

દરેક વર્ષના અભ્યાસક્રમમાં સામાન્ય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વિભાગનું યોગ્ય મિશ્રણ રહેશે. અભ્યાસક્રમની સંરચના UGC માર્ગદર્શિકા અનુસાર કરાશે, જેમાં ૬૦% કૌશલ્ય વિકાસ વિભાગ અને ૪૦% સામાન્ય શિક્ષણ વિભાગનો રહેશે. ઉદ્યોગ ભાગીદારો સાથે ઇન્ટર્નશીપ દ્વારા કૌશલ્ય વિકાસને પૂરો પાડવામાં આવશે.

સેમેસ્ટર - I

Subject Name Credit Hours Syllabus
Occupational Safety & Health 3 45 Download PDF
General Production Processes – I 3 45
Principles of Management 2 30
Functional English – I 2 30
Computer Skills – I 1 15
Business Soft Skills 1 15
Vocational Training 18 540
Total Credits / Hours 30 720

સેમેસ્ટર - II

Subject Name Credit Hours Syllabus
General Production Processes – II 3 45 Download PDF
Organizational Behaviour 2 30
Business Economics 2 30
Communication Skills – I 2 30
Computer Skills – II 1 15
Environmental Regulation 2 30
Vocational Training 18 540
Total Credits / Hours 30 720

અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષયો

  • પ્રોડકશન મેનેજમેન્ટ
  • હ્યૂમન રિસોર્સ મેનેજમેન્ટ
  • ઇન્ડસ્ટ્રીયલ ડેટાબેઝ મેનેજમેન્ટ
  • સપ્લાય ચેઇન મેનેજમેન્ટ
  • ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર
  • કમ્પ્લાયન્સ અને ઓડિટ
  • એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અને ડોક્યુમેન્ટેશન
  • ટોટલ ક્વાલિટી મેનેજમેન્ટ
  • વેસ્ટ મેનેજમેન્ટ
  • ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને રોબોટિક્સ

ઉપરોક્ત વિષયો ઉપરાંત, સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવા માટે કમ્પ્યુટર, અંગ્રેજી, કમ્યુનિકેશન, ફિનાનશિયલ લિટરસી, આંત્રપ્રેન્યોરશીપ અને રોજગારની તૈયારી સંબંધીના સર્વ વિષયોને પણ આવરી લેવામાં આવશે.

When you embrace a learner’s attitude, the whole world has something to share with you.

– Sadguru Whisper