શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ એ આઇ.એસ.ઓ. ૯૦૦૧ અને આઇ.એસ.ઓ. ૨૯૯૯૦ પ્રમાણપત્રો મેળવનાર ગુજરાતની પ્રથમ વિજ્ઞાન પ્રવાહની કોલેજ છે. આ સંસ્થા ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરે છે જેમાં કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બોટની અને મેથેમેટિક્સના ક્ષેત્રમાં બેચલર ઓફ સાયન્સ (બી.એસસી.) ની ડિગ્રી અને કેમિસ્ટ્રી તથા માઇક્રોબાયોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સ (એમ.એસસી.) ની ડિગ્રી આપવામાં આવે છે. અદ્યતન માળખાકીય સુવિધાઓ, સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને પ્લેસમેન્ટ સેલ સાથે આ કોલેજ ૨૫૦ થી વધુ ગામોના સ્થાનિક યુવાનો માટે ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી રહી છે.

શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળા છે જે ગ્રામીણ વિદ્યાર્થીઓને સમાજના જવાબદાર સભ્યો બનવા માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ અને વાતાવરણ પ્રદાન કરે છે . શાળા અભ્યાસક્રમ ને જીવન કૌશલ્ય, ઈત્તર પ્રવૃત્તિઓ જેમ કે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રાયોગિક શિક્ષણ સાથે સુંદર રીતે એકીકૃત કરીને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળા અગ્રણી શાળાઓમાં ની એક શાળા છે, જેણે વર્ષ ૨૦૧૫ માં પૂર્વ વ્યવસાયિક કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો અને શાળામાં ૧૦૦ જેટલા કિશોરો માટે હોસ્ટેલની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. શાળાના ઉત્કૃષ્ટ પ્રદર્શન ની નોંધ લેતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વલસાડ દ્વારા શાળા ને ૧૦૨ જેટલી અન્ય ગ્રામીણ શાળાના ધોરણ ૧૦ ના પરિણામ સુધારવાની કામગીરીમાં સહભાગી બનવાની તક આપવામાં આવી હતી.
દૂરસ્થ અંતરિયાળ પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસી વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તેવી શાળાઓ સુલભ નથી. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાવિહાર વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના તામછડી ગામે આવેલી ધોરણ ૪ થી ૧૦ સુધીની આદર્શ રહેણાંક ગ્રામીણ શાળા છે. તેમાં લગભગ ૨૨ ગામોના આદિવાસી સમુદાયોના વિદ્યાર્થીઓ ભણે છે. 'આશ્રમશાળા' તરીકે રજૂ કરાયેલ, આ રહેણાંક શાળા, ના મૂળ સ્થાનિક સંસ્કૃતિમાં છે, અને તે વિદ્યાર્થીઓને બહારના અન્વેષણ માટે પાંખો પ્રદાન કરે છે.

શ્રીમદ્ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, વિના મૂલ્યે બજાર સાથે જોડાયેલ ટૂંકા ગાળાની વ્યાવસાયિક તાલીમ અને સોફ્ટ સ્કીલની તાલીમ આપીને સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત કરાવવા માટે ધરમપુરમાં આવેલ એક ખાસ કેન્દ્ર છે. આ કેન્દ્ર દ્વારા લેવામાં આવતાં કેટલાક અભ્યાસક્રમોમાં મોબાઇલ ફોન રિપેરિંગ, સ્વાસ્થ્ય સહાયક, ઇલેક્ટ્રિશિયન, ઓફિસ અસિસ્ટંટ, સી.સી.ટી.વી. સ્થાપન અને રિપેરીંગ વગેરેનો સમાવેશ થાય છે. અભ્યાસક્રમ પૂરો થયા પછી બધા વિદ્યાર્થીઓને એન.એસ.ડી.સી. દ્વારા માન્યતાપત્ર પ્રમાણપત્રો અને સાધનસામગ્રીની કીટ આપવામાં આવે છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તેમને રોજગાર મેળવવા સહાયતા તેમ જ પોતાનો ઉદ્યોગ શરુ કરવા નાણાકીય સહાય પણ કરવામાં આવે છે.
આ અનોખા પ્રોજેકટ, અંતર્ગત આંતરિયાળ ગામોની જરૂરિયાતમંદ ઉચ્ચપ્રાથમિક અને માધ્યમિક શાળાઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને વ્યાવસાયિક શિક્ષણ આપવા એક ખાસ વાન તૈયાર કરવામાં આવી છે .આ વાન એવા શૈક્ષણિક સાધનોથી સજ્જ છે કે જેના ઉપયોગ દ્વારા શિક્ષકો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો ભણાવી શકે. આ ઉપરાંત વિશેષ શિક્ષકો વ્યાવસાયિક ઉપકરણોથી સુસજ્જ વાનનો વ્યાવસાયિક તાલીમ માટે હરતી ફરતી કાર્યશાળાની જેમ ઉપયોગ કરી, વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ઓન વ્હીલ્સ અને કોચિંગ યોજનાઓ દ્વારા ૨૫ ગામોમાં આવેલ ૩૮ થી વધુ ખાસ સ્કૂલોના ૩૭૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કોચિંગ અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યા વિકાસ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ અને શૂન્ય વ્યાજની લોન દ્વારા ગ્રામીણ વિદ્યાર્થીઓના ઉચ્ચ / તકનીકી શિક્ષણ ટેકો આપવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ૧૨ મા ધોરણ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના આકસ્મિક ખર્ચને ટેકો આપવા માટે નાણાકીય પુરસ્કારના રૂપમાં ગ્રામીણ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે (મેરિટ કમ નીડ શિષ્યવૃત્તિ). આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે વ્યાજ મુક્ત લોનની એક યોજના પણ ઘડવામાં આવી છે. આ યોજના અંતર્ગત મેડિસિન, એન્જિનિયરિંગ, નર્સિંગ અને અન્ય વ્યાવસાયિક શિક્ષણ જેવા પ્રવાહોના અનેક વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવી છે.
સ્વયંસેવકો દ્વારા કાર્યરત આ પ્રોજેક્ટમાં નોટબુક અને સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ અત્યંત રાહત દરે કરવામાં આવે છે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક આકાંક્ષાઓને ટકાવી રાખવા માટે ઉત્પ્રેરક બને છે. આ શૈક્ષણિક સામગ્રી બજારભાવથી ૪૦ % ની નીચેના ભાવે વેચાય છે, જેનાથી કેટલાક પરિવારોના નાણાકીય ભારણમાં ઘટાડો થાય છે. અને આમ તેમના માટે વરદાનરૂપ સાબિત થાય છે ૨૦૦૪ માં શરૂ થયેલ શ્રીમદ્દ રાજચંદ્ર શૈક્ષણિક સહાય યોજનાનું વિસ્તરણ સમગ્ર ભારતના ૨૭૦ થી વધુ કેન્દ્રોમાં થઈ ગયું છે. ૨૦૧૯ માં, આ યોજનાથી ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભાન્વિત થયા હતા.

શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલય અભિયાન અંતર્ગત ગ્રામીણ શાળાઓમાં વાંચનના આનંદને પ્રોત્સાહન આપવા પુસ્તકાલયોનું દાન કરવામાં આવે છે. પુસ્તકાલયોમાં પુસ્તકો બાળકો માટે નવી દુનિયામાં પ્રવેશવાના દ્વારરૂપ બને છે. સ્થાનિક સમુદાયની શાળાઓમાં પુસ્તકાલયોનું દાન આપીને, અમે યુવાન વિદ્યાર્થીઓમાં કુતુહલ અને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ કેળવવાનો લક્ષ્ય રાખીએ છીએ.
શ્રીમદ્ રાજચંદ્ર મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને ,પૌષ્ટિક આરોગ્યપ્રદ મધ્ય-દિવસ ભોજન પ્રદાન કરવામાં આવે છે. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, જેમને ઘણી વાર શિક્ષણ માટે ખૂબ જ લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે તેમના માટે નબળું પોષણ એ એક મોટો પડકાર છે. પૌષ્ટિક ભોજન તેમની એકાગ્રતા વધારવામાં મદદ કરે છે અને તેમને શાળામાં જવા માટે પ્રેરિત કરવા માટે એક મજબૂત પ્રોત્સાહન તરીકે કામ કરે છે.