ધરમપુર અને કપરાડા વિસ્તારનાં ૨૩૮ ગામોમાં આવેલ આ સૌપ્રથમ વિજ્ઞાન કૉલેજનાં દસમા વર્ષના આરંભ નિમિત્તે વિદ્યાર્થીઓ અને સ્ટાફ-સભ્યોની ઉમંગભરી સૌપ્રથમ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું.વિસ્તાર માટે
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની શૈક્ષણિક શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતાના પ્રમાણપત્ર તરીકે, પાંચ વિદ્યાર્થીઓ ૬ વિષયોમાં યુનિવર્સિટી ટોપર્સ તરીકે ઉભરી આવ્યા છે.વિસ્તાર માટે
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રરેણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર ખાતે દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંકલનમાં સૌપ્રથમવાર કેમિકલ સાયન્સ અને લાઈફ સાયન્સના વિષયોમાં NET (National Eligibility Test) અને GSET (Gujarat State Eligibility Test) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે યુનિવર્સિટી માન્ય સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા.વિસ્તાર માટે
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે 'બિલ્ડિંગ યોર ઓન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ' વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું, જેનું સંચાલન યુએસએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી થનાર, સિદ્ધાર્થ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.વિસ્તાર માટે