શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા હાલમાં અંડર ગ્રેજયુએટ એસોસીએશન ઓફ માઇક્રો-બાયોલોજીસ્ટસ (ઊગમ) ( યુ જી એ એમ) માટે 'માઇક્રોવર્સ ૨૦૨૩' નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખૂબ ઉત્સાહભર્યા આવકારના પ્રમાણ રૂપે, દક્ષિણ ગુજરાતની વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમાં ભાગ લીધો હતો. પોસ્ટર હરિફાઈ, માઈક્રો પ્રશ્નોત્તરી, રિલ બનાવવાની સ્પર્ધા, માઇક્રોબનું સા રે ગ મ, કલાત્મક પંક્તિઓ જેવી અનેક પ્રવૃત્તિઓથી દિવસ રોમાંચક બન્યો હતો.
માનનીય મુખ્ય મહેમાન, અંડર ગ્રેજયુએટ કૉલેજ, અમદાવાદ યુનવર્સિટીના એસોસિએટ ડીન, ડૉકટર વિવેક તનવડે એ ખુશી દર્શાવતા જણાવ્યું કે આ સંસ્થા માઈક્રો-બાયોલોજી ના આવતી પેઢીના સંશોધકો અને વૈજ્ઞાનિકો ની તાલીમ માટે પ્રશંસનીય કાર્ય કરી રહી છે. 'ઊગમ' ના માનનીય અધ્યક્ષા શ્રીમતી વિજયાલક્ષ્મી આર શર્મા એ પણ 'ઊગમ' ને ઉન્નતિ પંથે આગળ વધારવા માટે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની સરાહના કરી હતી.
માઇક્રો-બાયોલોજી ક્ષેત્રે નવા વિચારો ના વિમર્શ માટે અને નવી પ્રતિભાઓનો પરિચય કરવામાં આ કાર્યક્રમ એક સફળ અવસર પૂરવાર થયો.