શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રરેણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર ખાતે દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંકલનમાં સૌપ્રથમવાર કેમિકલ સાયન્સ અને લાઈફ સાયન્સના વિષયોમાં NET (National Eligibility Test) અને GSET (Gujarat State Eligibility Test) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે યુનિવર્સિટી માન્ય સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ આ વિસ્તારની એક માત્ર એવી કોલજે છે જેમાં વિદ્યાર્થીઓને અવાર નવાર આવા સર્ટિફિકેટ કોર્સિસ કરાવે છે. NET અને GSET જેવી અત્યતં કઠિન પરીક્ષામાં સારા ક્રમાંક મેળવવા માટે આ કોર્સિસમાં વિદ્યાર્થીઓને અલગ અલગ તાલીમ આપવામાં આવી હતી જેવી કે સમસ્યા હલ કરવાની કુશળતાનો વિકાસ તથા અસરકારક પદ્ધતિઓ, તાર્કિક વિચારસરણીની વૃદ્ધિ, જટિલ વિશ્લેષણની સમજવામાં વધારો, વગેરે.
જેમાં ધરમપરુ , વાપી, વલસાડ, બીલીમોરા, ચીખલી, નવસારી તથા સુરત વગેરે વિસ્તારની ૯ વિવિધ કોલેજોના M.Sc. અને T.Y. B.Sc. ના ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સર્ટિફિકેટ કોર્સિસ દરમ્યાન, વિવિધ કોલેજોમાંથી પ્રદ્યાપકો દ્વારા લેકચર આપવામાં આવ્યા હતા. આ સર્ટિફિકેટ કોર્સિસમાં ભાગ લેનાર વિધાર્થીઓએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સર્ટિફિકેટ કોર્સ કરવાથી તેમનામાં NET અને GSET માં સારા ક્રમાંકે ઉત્તીર્ણ થવાનો આત્મવિશ્વાસ વધ્યો, તેમ જ કારકિર્દી બનાવવા જરૂરી અને સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું છે.
કોર્સના સમાપન પર એક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ દ્વારા આ સર્ટિફિકેટ કોર્સ સફળતાપર્વૂક પૂર્ણ કરવામાં આવ્યો છે તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં ૨ ક્રેડિટ ઉમેરાશે.
“આ ૮ દિવસીય સર્ટિફિકેટ કોર્સથી મારા જ્ઞાન અને માહિતીમાં વિસ્તાર થયો છે, અને કોર્સ દ્વારા મને આનંદનો અનુભવ થયો છે. શ્રીમદ્ રાજચદ્રં વિદ્યાપીઠે આ તક મને આપી તે માટે હું તેમનો આભાર માનું છું!”
પરમાર ભદ્રેશકુમાર
કેમિસ્ટ્રી વિભાગ – વી.એન.એસ.જી.યુ. (સુરત)