4. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના વાર્ષિક દિવસની ઉજવણી

શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ અને શ્રીમદ રાજચંદ્ર ગુરુકુલના 2019-2020 વાર્ષિક દિવસની ઉજવણી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે વર્ષભર વિતાવેલી ક્ષણોને ફરીથી જીવંત કરવા માટેનો એક અવિસ્મરણીય પ્રસંગ હતો!

આ કાર્યક્રમ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજવામાં આવ્યો હતો અને જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ, માતા-પિતા, સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓ સહિત આશરે 1100 લોકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે યોગ નૃત્ય, નાટક અને એક ટેલેન્ટ શો સહિતની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને પ્રેક્ષકો દ્વારા અપાર પ્રશંસા મળી હતી. ધ્યેય-નિર્ધારણા, જુસ્સો અને આત્મવિશ્વાસના મહત્વ પર આત્માર્પિત રાજુજીએ કરેલ વ્યક્તવ્યએ પ્રેક્ષકોને વધુ પ્રેરિત કર્યા. શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના કોઓર્ડીનેટર સ્વ.ધવલભાઇ મહેતાને એક શ્રદ્ધાંજલિ વિડિઓ પણ નિહાળવામાં આવી હતી, જે સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી.

વાર્ષિક દિનની ઉજવણીના અંતમાં અભ્યાસ અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપવામાં આવી હતી.