શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં આપનું સ્વાગત છે!
અમારી કોલેજની સુવિધાઓની વિશાળ શ્રેણી અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓ જેમ કે વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય, કાફેટેરિયા, રમતગમત અને તબીબી સુવિધાઓ વગેરે જોવા માટે અમારી વર્ચ્યુઅલ ટૂરનો ઉપયોગ કરો. મુખ્ય બિલ્ડિંગમાં એક સુંદર કર્ણક શૈલીની ડિઝાઇન છે જેમાં મધ્યમાં વિશાળ પ્રાંગણ અને ઘણી ખુલ્લી જગ્યાઓ છે જે વિદ્યાર્થીઓના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુર નજીક કરંજવેરી ગામના રમણીય કુદરતી વાતાવરણમાં નદી કાંઠે સ્થિત છે. તેનું કેમ્પસ ખાસ એ રીતે બનાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપનાર અનુકૂળ વાતાવરણ સર્જે. તે અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને સગવડોથી સજ્જ છે, જે આ વિસ્તારમાં વિશિષ્ટ છે અને હાલમાં તેમાં વિવિધ પ્રયોગશાળાઓ, આધુનિક વર્ગખંડો, રમતગમતની સુવિધાઓ, પુસ્તકાલય અને બીજું ઘણું બધું છે.
વિશાળ, આધુનિક અને સુવિધાપૂર્ણ વર્ગખંડો, ઓડિયો - વિડિઓ સાધનોથી સુસજ્જ છે, જે વિશિષ્ટ સહયોગપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહિત કરે છે અને વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શિક્ષણ શૈલીને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે.
સાત વિશાળ, આધુનિક સુસજ્જ પ્રયોગશાળાઓ જે સંશોધન, પ્રયોગો અને થિયરીઓના વાસ્તવિક અમલીકરણને સહાયક છે.
the practical application of theoretical concepts.
બી.એસસી. પ્રયોગશાળાઓ :
વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી, ભૌતિકશાસ્ત્ર
એમ.એસસી. પ્રયોગશાળાઓ:
રસાયણશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી
બૌદ્ધિક પ્રવૃત્તિનું કેન્દ્ર એવા પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધુ વિવિધ પુસ્તકો, સામયિકો, જર્નલ, વિશ્વકોશ અને શબ્દકોશનો સંગ્રહ છે જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની શૈક્ષણિક જિજ્ઞાસા અને સંશોધન આવશ્યકતાઓને પૂરી કરે છે. તે કમ્પ્યુટર અને હાઇ સ્પીડ ઇન્ટરનેટથી પણ સજ્જ છે.
વિજ્ઞાનની પ્રયોગશાળાઓ ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને હાઇ સ્પીડ ઇન્ટરનેટવાળી સંપૂર્ણ સજ્જ કમ્પ્યુટર પ્રયોગશાળા આપે છે. વિદ્યાર્થીઓ પાસે એમ.એસ.ઓફિસ (એક્સેલ, વર્ડ, પાવરપોઇન્ટ) થી પોતાની કુશળતાઓ વધારવાની, તેમ જ તેમની ઓનલાઈન સંશોધન કુશળતાને આગળ વધારવાની ક્ષમતા ધરાવે છે.
એક વિશાળ જગ્યા ધરાવતી કાફેટેરિયા, જે વિદ્યાર્થીઓની પોષક જરૂરિયાતો પુરી કરે છે અને મધ્યાહ્ન ભોજન ની સુવિધા આપે છે. તે વિદ્યાર્થીઓને અનૌપચારિક ચર્ચાઓ કરવા માટે અને હળવા થવા મળવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
કોલેજ બિલ્ડિંગની મધ્યમાં એક બહુહેતુક વિશાળ પ્રાંગણ છે, જેનો ઉપયોગ ઈત્તર પ્રવ્રુત્તિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો, ડિબેટ, એસેમ્બલીઓ, અતિથિ વ્યાખ્યાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો વગેરે યોજવા માટે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને હળવા થવા તથા મળવા માટેનું આ સરસ સ્થાન છે.
રમત અને શારીરિક સુખાકારી એ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના સર્વાંગી અભ્યાસક્રમનો એક અભિન્ન ભાગ છે. આ કેમ્પસમાં બેડમિંટન, ચેસ, કેરમ, કબડ્ડી, ખો-ખો, વોલિબોલ, ક્રિકેટ અને તીરંદાજી જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો માટે તાલીમ, ખુલ્લી જગ્યાઓ અને સાધનો પ્રદાન કરે છે.
આ કેમ્પસમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા માટે સી.સી.ટી.વી., અગ્નિશામક ઉપકરણો અને ફર્સ્ટ-એઇડ ઉપકરણોથી સજ્જ તબીબી ખંડ છે. તે પર્યાવરણને અનુકૂળ સોલાર ઉર્જા તકનીકનો પણ ઉપયોગ કરે છે. વધુમાં, કોવિડ -19 રોગચાળાના સમયમાં, કોલેજ દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગ અને સેનિટેશનની કડક સરકારી માર્ગદર્શિકાનું પાલન કરે છે.