0

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનું સમ્મેલન યોજાયું

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનું સમ્મેલન યોજાયું

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુર ખાતે તારીખ ૪ મે ૨૦૨૪ના રોજ “કેરિયર ઓરિએન્ટેશન પ્રોગ્રામ ફોર એલ્યુમ્ની (COPA)” અંતર્ગત એલ્યુમની મીટ એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સમ્મેલન યોજાયું હતું. જેનું મુખ્ય ઉદ્દેશ્ય શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે પુનઃ સંપર્ક સ્થાપિત કરવો, અને તેમની વ્યક્તિગત અને સંસ્થાની સિદ્ધિઓની ઉજવણી કરવાનો હતો. આ એલ્યુમ્ની મીટમાં લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમક્ષ કોલેજની, અત્યાર સુધીના વિદ્યાર્થીઓની વ્યક્તિગત તેમ જ વિવિધ અધ્યાપકોની સિદ્ધિઓ રજુ કરવામાં આવી હતી. ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું કે જેમણે યુનિવર્સીટી ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે (શીતલ જાની)-GSET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે, (રાઉત રોનક અને કૃણાલ નાયક)- ઇન્ડસ્ટ્રીમાં જોબ મેળવી સારું પેકેજ પ્રાપ્ત કર્યું છે.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્લેસમેન્ટ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તેમ જ વ્યવસાયલક્ષી તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. કોલેજ લગભગ ૮૦ થી વધુ કંપની સાથે પ્લેસમેન્ટ સંદર્ભે સંકલિત છે.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજના પોતાના અનુભવ તેમ જ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં ભણીને કરેલી પ્રગતિ માટે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ભણતર પૂરું થયા બાદ પણ જો વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ધ્યાન રાખનારી કોઈ સંસ્થા હોય તો એ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુર છે. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે વિદ્યાર્થીઓએ કોલેજના ટ્રસ્ટીગણ તેમ જ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.