આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ આધુનિકયુગની સૌથી વધુ કાર્યક્ષમ તકનીકોમાંની એક છે, જે આપણા જીવનમાં, કાર્ય કરવાની ક્રિયા અને પ્રતિક્રિયા કરવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. AI એ મશીનોમાં માનવ બુદ્ધિની અનુકૃતિનો સંદર્ભ આપે છે, જે મશીનને એવા કાર્યો કરવા સક્ષમ બનાવે છે કે જેમાં સામાન્ય રીતે માનવીય સમજશક્તિની જરૂર હોય છે. આજે, AI આરોગ્ય સંભાળ અને ફાઇનાન્સથી લઈને પરિવહન અને મનોરંજન સુધીના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલ છે.
વિદ્યાર્થીઓને આધુનિક વિશ્વ માટે તૈયાર કરવા, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે નવીનતમ તકનીકી પ્રગતિઓને ધ્યાનમાં રાખીને તેના વિદ્યાર્થીઓ અને કેટલાક શિક્ષકો માટે AI વર્કશોપનું આયોજન કર્યું. યુએસએથી પ્રિશા શ્રોફ અને ઈરાજ શ્રોફ દ્વારા શીખવવામાં આવેલ, આ વર્કશોપનો ઉદ્દેશ્ય AI અને તેની એપ્લીકેશનને સ્પષ્ટ બનાવવાનો હતો, જેમાં ૧૭૫ થી વધુ વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ આપવામાં આવ્યો હતો.
સત્રની શરૂઆત AIનું મહત્ત્વ અને વિવિધ ક્ષેત્રોમાં AIની વિશાળ એપ્લિકેશનની સમજ સાથેની ઝાંખીથી થઈ. ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા, વિદ્યાર્થીઓએ ક્વિક ડ્રો, ચેટજીપીટી, ગ્રામરલી અને સ્લાઇડ્સગો જેવા AI ટૂલ્સની સમજ લીધી, જે દ્વારા તેમને ઇમેજરેકગ્નિશન, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને લેખન એન્હાન્સમેન્ટની બારીકાઈ બતાવવામાં આવી. ગૂગલ-સંચાલિત, ક્વિક ડ્રો AI ગેમમાં વિદ્યાર્થીઓએ કરેલ ડ્રોઇંગનું અર્થઘટન મશીન લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા થયું જેથી તેઓ હર્ષિત થયાં. ત્યારબાદ, ચેટજીપીટીની વાતચીતની ક્ષમતાઓ વડે અને ગુજરાતીમાં ટેક્સ્ટ જનરેશન અને અનુવાદની શોધથી તેઓનું મનમોહિત થયું. સત્રમાં ગ્રામરલીની રજૂઆત થઈ જેણે, તેની વ્યાકરણ-તપાસની ક્ષમતાને પ્રકાશિત કરી, જ્યારે સ્લાઇડ્સગોએ પ્રેઝન્ટેશન નિર્માણને સરળ બનાવવા માટે AIની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સત્ર દરમ્યાન, AIનો નૈતિક ઉપયોગ અને ગોપનીયતાની વિચારણાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓનો પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક હતો, જે શૈક્ષણિક કાર્યો અને કૌશલ્ય પ્રાપ્તિમાં AI સાધનોની સંભવિતતાને રેખાંકિત કરે છે. વર્કશોપએ AI એપ્લીકેશનમાં વ્યવહારિક આંતરદૃષ્ટિ સાથે તેની નૈતિક અને સામાજિક અસરોની ઊંડી સમજ પણ પ્રદાન કરી હતી. વિદ્યાર્થીઓને AI-સંચાલિત ભવિષ્ય માટે તૈયાર કરવા, તેમની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા અને AI તકનીકનો ઉપયોગ જવાબદારીપૂર્વક થાય તે માટે આ સત્ર એક મહત્ત્વનું પગલું હતું.