0

યુવા મનમાં નવીનીકરણ પ્રજ્વલિત!

યુવા મનમાં નવીનીકરણ પ્રજ્વલિત!

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે 'બિલ્ડિંગ યોર ઓન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ' વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું, જેનું સંચાલન યુએસએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી થનાર, સિદ્ધાર્થ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્કશોપનો ઉદ્દેશ્ય અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં નવીનીકરણની ભાવના કેળવવાનો હતો.

મૂળભૂત સાધનો અને સામગ્રીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક સાધનોના નિર્માણની પ્રક્રિયા દ્વારા તેમને માર્ગદર્શન આપીને, તેમણે વિદ્યાર્થીઓને તેમની આંતરિક સર્જનાત્મકતા અને
સમસ્યા હલ કરવાની સંભાવનાઓને સંવેગ મળે તે માટે સશક્તિકરણ કર્યું.

વર્કશોપ વિદ્યાર્થીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરે છે, જેનાથી તેઓ સ્પેક્ટ્રોમીટર, માઈક્રોસ્કોપ, ઓપ્થાલ્મોસ્કોપ જેવા સાધનો બનાવી શકે અને મોડેલ મેકિંગ અને ૩ડી પ્રિન્ટીંગ શીખી શકે. શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવી રહી છે જેથી વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાન અને કૌશલ્યો જ ન મેળવે પણ તેમની નવપરિવર્તન કરવાની ક્ષમતામાં આત્મવિશ્વાસ પણ મેળવે તે સુનિશ્ચિત થાય.