0

NSS કેમ્પનો વાર્ષિક અહેવાલ - શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪

NSS કેમ્પનો વાર્ષિક અહેવાલ- શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુર દ્વારા તાજેતરમાં NSS વાર્ષિક કેમ્પનું આયોજન પૂ. મોટા હાઇસ્કૂલ માનીમાં થયું હતું.

વિષય: સ્વચ્છતા, સ્વાસ્થ્ય, જન જાગૃતિ અને બાળવિકાસ

દિવસ ૧:

હૃદયમાં ઉત્સાહ સાથે, વિદ્યાર્થીઓ કેમ્પ સ્થળ પર પહોંચ્યા. કેમ્પ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ માટે સમૂહ અને સમિતિઓની રચના કરવામાં આવી હતી. આધ્યાત્મિક ધ્યાન સત્રથી તેઓને કેન્દ્રિત થવામાં અને શાંતિ અનુભવવામાં મદદ મળી.

દિવસ ૨:

  • દિવસની શરૂઆત પ્રાર્થના અને યોગ સત્રથી થઈ જેમાં યોગ શિક્ષણના મહત્વની સમજણ આપવામાં આવી હતી.
  • ડૉ. અનિલ ગોયલ, શ્રી બાલાજી રાજે, શ્રી ધર્મેન્દ્ર સોલંકી, શ્રીમતી સ્મિતા વ્યાસ, ડૉ. સ્મિતા બક્ષી, ડૉ. મિલન ચંદારાણા અને ડૉ. સ્વાતિ જોશી સહિતના આદરણીય મહેમાનો સાથે ઉદ્ઘાટન સમારોહ થયો.
  • શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા વિદ્યાર્થીઓને ૨૫૦ ધાબળા ભેટ અપાયા.
  • NSS ના સ્વયંસેવકો કેમ્પસની સફાઈ પ્રવૃત્તિઓમાં જોડાયા.

દિવસ ૩:

  • વિદ્યાર્થીઓ દિવાલોના પેઇન્ટિંગ, બગીચાની સંભાળ અને વારલી પેઇન્ટિંગ જેવી સુંદરતાવર્ધક પ્રવૃત્તિઓમાં જોડાયા.
  • ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે મહિલા સશક્તિકરણ પર સત્ર થયું.
  • ડૉ. વિવેક સર દ્વારા યુવાનો પર પ્રવચન અપાયું.
  • NSS સ્વયંસેવકોએ ગામનું સર્વેક્ષણ કર્યું, જેમાં ગામજનોને મેડિકલ ચેક-અપ કેમ્પમાં આમંત્રિત કરવા અને શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરની સામાજિક અભિયાન વિષે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

દિવસ ૪:

  • શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલના સહયોગથી મફત ‘સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન થયું હતું.
  • NSS સ્વયંસેવકોએ ગામવાસીઓ માટે અનુવાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • સ્વાસ્થ્ય ચેક-અપ કેમ્પથી ૧૦૩ વ્યક્તિઓને લાભ થયો.
  • શાળાના છાત્રાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રાસ ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દિવસ ૫:

  • વૃક્ષારોપણ સાથે પ્લાસ્ટિક મુક્ત અને વ્યસન મુક્ત પર્યાવરણને પ્રોત્સાહન આપતી રેલી યોજવામાં આવી હતી.
  • તમામ સ્વયંસેવકો દ્વારા શાળામાં શોભાવર્ધક અને સ્વચ્છતા માટે કામગીરી કરવામાં આવી હતી.

NSS વાર્ષિક કેમ્પમાં શૈક્ષણિક સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક આઉટરીચ અભિયાન જેવી આકર્ષક પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા, સ્વાસ્થ્ય, જન જાગૃતિ અને બાળવિકાસના વિષયોને સફળતાપૂર્વક સંબોધવામાં આવ્યા હતા. NSS સ્વયંસેવકોના પ્રયાસો અને શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના સહયોગે આ કાર્યક્રમની સફળતામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.